Gujarat Tourism : ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. ફરવાના શોખીન ગુજરાતીઓ તક મળે એટલે ફરવા ઉપડી જાય. ત્યારે સાવ સસ્તામાં આખું ગુજરાત ફરવાની બેસ્ટ ઓફર મળી છે. IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે. IRCTC એ ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો ફરવા માટે નવા પેકેજની જાહેરાત કરી છે.  તમે આ ડિસેમ્બર મહિનામાં સસ્તામા ગુજરાતના મંદિરોના દર્શન કરી શકો છો. જો તમે ડિસેમ્બરની ફુલગુલાબી ઠંડીમાં ગુજરાત ફરવા માંગો છો આ ઓફર તમારા માટે બેસ્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC ના આ ટુર પેકેજનું નામ છે Divine Gujarat With Somnath And Dwarka Ex Kochi (SEA17) . આ એર ટુર પેકેજ 7 દિવસ અને 8 રાતનું છે. આ એર ટુર પેકેજમાં તમે અમદાવાદની સાથે ભાવનગર, દ્વારકા, પોરબંદર અને સોમનાથ ફરી શકશો. સાથે જ આ તમામ જગ્યાઓ પર આવેલા મંદિરોના દર્શન કરવાની તક મળશે. IRCTC નું આ એર ટુર પેકેજ આ મહિનાની 13 તારીખ એટલે કે 13 ડિસેમ્બરથી કોચ્ચીથી શરૂ થશે.


રાજસ્થાનની ચૂંટણીમાં સહપ્રહારી બનેલા નીતિન પટેલનું મોટું નિવેદન, મોદી મેજિક વિશે કહી


ટુર પેકેજમાં શું શું મળશે
આ ટુર પેકેજમાં ટ્રાવેલિંગ મોડ ફ્લાઈટનો રહેશે. કોચ્ચીથી અમદાવાદ આવવું-જવાનું ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં થશે. મીલ પ્લાનની વાત કરીએ તો, આ એર ટુર પેકેજમાં તમને 7 બ્રેકફાસ્ટ અને 7 ડિનર મળશે. આ ટુર પેકેજમાં તમને 3 રાત અમદાવાદ, 2 રાત દ્વારકા અને એક રાત ભાવનગર અને એક રાત સોમનાથમાં રહેવાનો મોકો મળશે. ટુર પેકેજ દરમિયાન તમે IRCTC ટુર એસ્કોર્ટની પણ સેવા લઈ શકો છો. 


અમેરિકા જવાનું સપનું જોઈ રહેલા ગુજરાતીઓને જલદી મળશે નવી ભેટ, USનો છે આ પ્લાન


કેટલો ચાર્જ થશે 
જો આ એર ટુર પેકેજના રૂપિયાની વાત કરીએ તો, સિંગલ બુક કરાવવા પર તમને 59650 રૂપિયા આપવાના રહેશે. પરંતુ ડબ શેરિંગમાં 47450 રૂપિયા અને ટ્રિપલ શેરિંગમા 45900 રૂપિયા ખર્ચ થશે. 


આ ઉપરાંત 5 વર્ષથી 11 વર્ષના બાળકના બેડ લેવા પર 42671 રૂપિયા ચાર્જ થશે. 5 વર્ષથી 11 વર્ષના બાળકનું બેડ ન લેવા પર 38850 રૂપિયા ચાર્જ થશે. તેમજ 2 વર્ષથી 4 વર્ષના બાળકના બેડ ન લેવા પર 31110 રૂપિયા આપવાના રહેશે. જો તમે આ ટુર પેકેજમાં જવા માંગતા હોવ તો IRCTC ની ઓફિશિયલ વેબસાઈટ પર સંપર્ક કરી શકો છો. 


આ ફિલ્ડના લોકો ગુજરાતમાં બાયોડેટા તૈયાર રાખજો, 2 લાખ નવી નોકરીઓ આવવાની છે