Gujarat Tourism : ગુજરાતની ગણતરી દેશના સુંદર રાજ્યોમાં થાય છે. ગુજરાત ફરવા માટે સમગ્ર દેશમાંથી જ નહિ, પરંતું વિદેશોમાંથી પણ ટુરિસ્ટ આવે છે. ગુજરાત ફરવા માટે એક એકથી ચઢિયાતા સુંદર સ્થળો છે. સાથે જ અહી મનમોહક મંદિરો પણ છે. જો તમે આગામી માર્ચ મહિનામાં ગુજરાત ફરવાનું પ્લાન બનાવો છો તો આઈઆરસીટીસીનું પેકેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે. આ પેકેજમાં તમે ગુજરાતના તમામ મંદિરો સારી રીતે ફરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC ના એર ટુર પેકેજનું નામ છે Temple Tour Of Gujarat With Gir National Park (NDA18) . આ પેકેજ 5 નાઈટ અને 6 દિવસની છે. આ એર ટુર પેકેજ 19 જાન્યુઆરી દેશની રાજધાની દિલ્હીથી શરૂ થશે. તેમાં ટ્રાવેલિંગ મોડ ફ્લાઈટ રહેશે અને દિલ્હીથી રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટ હશે. 


નર્મદ યુનિ. પહેલાવીર મરણોપરાંત ડિગ્રી આપશે, ચાલુ PhD માં પ્રોફેસરનું થયું હતું મોત


એર ટુરમાં મળશે 5 બ્રેકફાસ્ટ અને 5 ડિનર
IRCTC ની આ ખાસ ટુર પેકેજમાં તમે દ્વારકા, પોરબંદર, રાજકોટ, સાસણગીર, સોમનાથ અને ગીર નેશનલ પાર્ક ફરી શકશો. ટુર પેકેજમાં તમે 2 રાત દ્વારકા, 1 રાત સોમનાથ, 1 રાત સાસણ ગીર અને 1 રાત રાજકોટમાં રહેવા મળશે. મીલ પ્લાનની વાત કરીએ તો આ ટુર પેકેજમાં 5 બ્રેકફાસ્ટ અને 5 ડિનર મળશએ. ટુર પેકેજમાં કુલ 30 સીટ રાખવામાં આવી છે. 


ટુર પેકેજનો ભાવ કેટલો
આ ટુર પેકેજના ભાવની વાત કરીએ તો સિંગલ બુક કરાવવા પર તમને 43,430 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. તો ડબલ શેરિંગમાં 33,740 રૂપિયા અને ત્રિપલ શેરિંગમાં 32,630 રૂપિયા ચાર્જ રહેશે. 


આ ઉપરાંત 5 થી 11 વર્ષના બાળક માટે બેડ લેવા પર 28,750 રૂપિયાનો ચાર્જ હશે. તો બેડ ન લેવા પર 20,950 રૂપિયા ચાર્જ લાગશે. IRCTC ની વેબસાઈટ પર જઈને પણ તમે આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.  


ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતો કિસ્સો : શિક્ષક વિદ્યાર્થીનીઓના શરીર પર હાથ ફેરવતો