IRCTC Thailand Tour : આ સમાચાર સાંભળીને તો ગુજરાતીઓ જુમી ઉઠશે. છાંટાપાણીના શોખીનોને તો ફાવતુ જડશે. જેટલાં ખર્ચમાં તમે અહીં પાર્ટી કરો છો એટલાં માં તો તમે થાઈલેન્ડમાં ફરી આવશે. જીહાં, ભારતીય રેલવે દ્વારા તમારા માટે ચાવવામાં આવ્યું છે થાઈલેન્ડ ટૂરનું ખાસ પેકેજ એ પણ સાવ સસ્તામાં. IRCTC એટલેકે, ભારતીય રેલ્વે સસ્તામાં કરાવી થાઇલેન્ડની ટુરનું આયોજન કરી રહી છે, જાણો ફી અને પેકેજની વિગતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈલેન્ડ વિશ્વના મનપસંદ પર્યટન સ્થળોમાંનું એક છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં ફરવા જાય છે. આ પેકેજ ઓક્ટોબર 2023માં શરૂ થશે. જો તમે આ પૅકેજનો લાભ લેવા માગતા હોવ તો 28 ઑક્ટોબરથી 1લી વચ્ચે મુંબઈથી બૅંગકોક અને પછી બૅંગકોકથી પટાયા જઈ શકો છો. આ પેકેજમાં તમને આવવા-જવા બંને માટે ફ્લાઇટ ટિકિટ મળશે. આ પેકેજમાં તમને 3 સ્ટાર હોટલમાં રહેવાનો મોકો મળશે.


આ પેકેજમાં તમને 5 બ્રેકફાસ્ટ, 5 લંચ અને 5 ડિનરની સુવિધા મળશે. પટાયામાં તમને કોરલ આઇલેન્ડ, અલ્કાઝર શો જોવા મળશે. આ ઉપરાંત, તમને બેંગકોકમાં મંદિરો વગેરે જેવા ઘણા સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજમાં, તમને દરેક જગ્યાએ એસી બસ અને અંગ્રેજી બોલતી ટૂર ગાઈડ મળશે. જો તમે પેકેજમાં એકલા જાઓ છો, તો તમારે 67,300 રૂપિયા ચૂકવવા પડશે, બે લોકો માટે તે 58,900 રૂપિયા હશે અને ચાઇનીઝ લોકો માટે તમારે પ્રતિ વ્યક્તિ 58,900 રૂપિયા ચૂકવવા પડશે.


ઉલ્લેખનીય છેકે, ગુજરાતીઓના થાઈલેન્ડ ફરવા પાછળ અનેક કારણો છે. થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે. કહેવાય છે કે, આ સુંદર દેશ કોઈ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો. પરંતુ ખાસ વાત એ છે કે પરણેલા પુરુષો થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે.


થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે. થાઈલેન્ડ માટે આ પ્રવાસન ઉદ્યોગ પણ નફાકારક સાબિત થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતીઓને એકમાત્ર થાઈલેન્ડ જવા માટે સસ્તા પેકેજ ટુર મળી રહે છે.