પંચમહાલ: પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત ઉદવહન સિંચાઇ લિફટ ઇરીગેશનથી વંચિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજના મંજૂરી કરી છે. આ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાદર, કડાણા અને પાનમ જેવા મોટા જળાશયો અને સુજલામ સુફલામ કેનાલની વચ્ચે હોવા છતાં વિષમ પડકારરૂપ ભૌગોલિક પરિસ્થિતીને કારણે લાંબાગાળાથી સિંચાઇ વંચિત રહેલા પૂર્વપટ્ટીના આ ગામોમાં ઇજનેરી કૌશલ્યથી સિંચાઇ સુવિધા પહોચાડવા મુખ્યમંત્રીની દ્રઢ ઇચ્છાશકિતને પરિણામે આ મહત્વાકાંક્ષી યોજનાને તેમણે મંજૂરી આપી છે.


સમગ્રતયા પંચમહાલ જિલ્લાના ૮પ ગામોના ૧ર૮ તળાવો ઉપરાંત નાની સિંચાઇના ૧૧ સિંચાઇ તળાવો મળીને ૩પ૦૦ હેકટર જમીનને આના પરિણામે સિંચાઇ સુવિધા મળતી થવાની છે. આ યોજના અંતર્ગત આવરી લેવાયેલા વિસ્તારો માટે પાનમ ડેમમાંથી પાણીનું ઉદવહન કરી ૧૮પ મીટરના લેવલ પર આવેલી ટેકરી પર ચઢાવીને અંડરગ્રાઉન્ડ ડ્રીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનો દ્વારા પાણી સિંચાઇના હેતુ માટે વહેવડાવવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube