Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા કોર્પોરેશનને સિંચાઈ વિભાગે મહીસાગર નદીમાંથી લેવામાં આવતાં પાણીને લઇ 4568 કરોડનું તોતિંગ બિલ બજાવતાં હડકંપ મચી જવા પામ્યો છે. સિંચાઈ વિભાગ અને વડોદરા કોર્પોરેશન પાણીના તોતિંગ બિલને લઇ સામસામે આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો જુવો આ રિપોર્ટમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના આજવા સરોવર સિવાય મહીસાગર નદીમાંથી શહેરીજનોને આપવા માટેનું પાણી કોર્પોરેશનને રાજ્ય સરકાર પાસેથી ખરીદવું પડી રહ્યું છે. પાનમ યોજના અંતર્ગત મહીસાગર નદીમાંથી લેવાતા પાણીનું સિંચાઈ વિભાગે રૂા. 4,568 કરોડનું બિલ પાલિકાને આપ્યું છે. જેને લઇ અધિકારી અને શાસકો નારાજ થયા છેય પાલિકા એકમાત્ર પોતાના સ્રોત આજવા સરોવરમાંથી રોજ 150 MLD પાણી મેળવે છે. જેનાથી પૂર્વ વિસ્તારના 8 લાખ લોકોને પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે મહીસાગર નદીમાંથી અલગ-અલગ ફ્રેન્ચવેલ મારફતે 388થી 400 MLDની પાણી બાકીની વસ્તીને આપે છે. 


સરકાર વચ્ચે મહીસાગરમાંથી પાણી લેવા માટે રાજ્ય સરકારની પાનમ યોજના હેઠળ 1971માં કરાર થયા હતા. જેમાં પાનમ વોટર પ્રોજેક્ટ અંતર્ગત ફાજલપુર, રાયકા, દોડકા અને પોઈચા કુવામાથી કોર્પોરેશન રોજ 200 થી 250 MLD પીવાનું પાણી અંદાજિત 40 ટકા વસ્તીમાં વિતરણ કરે છે. જોકે સિંચાઈ વિભાગે એક તરફી રીતે આ ભાગીદારી વર્ષ 1998ની અસરથી રદ કરી દીધી હતી. વર્ષ 1998માં સિંચાઈ વિભાગ સાથે નક્કી થયા મુજબ વર્ષ 2004-05 સુધી કરાર મુજબનાં બિલો આપ્યા બાદ વર્ષ 2007માં 1997-98થી બાકી બિલોનું ચૂકવણું કરવા સિંચાઈ વિભાગે માંગ શરૂ કરી હતી. સિંચાઈ વિભાગે વ્યાજ અને દંડ સહિત રૂા. 4,568.80 કરોડના બિલનું ચુકવણું કરવા સપ્ટેમ્બર- 2024માં બિલ ફટકાર્યું, જેને લઇ વિવાદ થયો છે.


યુવતીએ જાહેરમાં ઉતારી દીધા બધા કપડા, મુસ્લિમ દેશ ઈરાનમાં હિજાબનો આવો વિરોધ


આ વિશે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ કહ્યું કે સિંચાઈ વિભાગે અમને બિલ આપ્યું છે, એના નિરાકરણ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ ભેગા થઈ મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરીને રજૂઆત કરીશું. 


સિંચાઈ વિભાગે માર્ચ 2005માં આપેલા બિલનો સંદર્ભ લેતા પાલિકાએ કેપિટલ કોસ્ટ રૂપે 3.83 કરોડ તથા ઓપરેશન અને મેન્ટેનન્સ રૂપે 5.23 કરોડની ભરપાઈ કરી છે. આ જ ગણતરી મુજબ વર્ષ 2005થી 2023 સુધી કુલ 11.05 કરોડનું ચૂકવણું પણ કર્યું છે. પરંતુ 1998થી ભાગીદારી રદ થયા બાદ વ્યાજ અને દંડ સહિત રૂ. 4,586 કરોડનું બિલ આપતાં પાલિકાના માથે દેવું ઉભું થયું છે. જેને લઇ પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શાસકો અને ભાજપ સરકારને આડે હાથ લીધી છે. રાજ્ય સરકાર કોર્પોરેશનને પાણીનું બિલ કઈ રીતે આપી શકે તેવો સવાલ કર્યો છે. તેમજ વડોદરાના તમામ ધારાસભ્યો મુખ્યમંત્રીને રજૂઆત કરી બિલ રદ કરાવે તેવી માંગ કરી છે. 


મહત્વની વાત છે કે પાનમ યોજના અંતર્ગત મહીસાગર નદીમાં લેવાતા પાણીનું બિલ 4586 કરોડને પાર પહોંચ્યું છે. ત્યારે દર વખતે પાલિકાની ચૂંટાયેલી પાંખ અને ધારાસભ્યો સરકારમાં આ મુદ્દે રજૂઆત કરી બિલની માફી અપાવીશું તેવો દાવો કરે છે. જોકે તેવો આજદીન સુધી બિલના વિવાદનો નિરાકરણ લાવી શક્યા નથી, ત્યારે શું આ વખતે ભાજપના શાસકો, ધારાસભ્યો રાજ્ય સરકારમાં રજુઆત કરી શહેરીજનોના માથેથી પાણીનું દેવું માફ કરાવશે કે પછી આ વખતે પણ વીલા મોઢે પરત ફરે છે તે આવનાર સમયમાં ખબર પડશે.


રાતોરાત ટ્વિટર પર કેવી રીતે ટોપિક ટ્રેન્ડ કરવા લાગે છે, આવી છે ટેકનિક