અમદાવાદ :આજે ગુજરાતમાંથી એક, તો ઉત્તરપ્રદેશમાંથી 3 આતંકીઓ પકડાયા છે. દેશભરમાં આતંકી હુમલાને અંજામ અપાય તે પહેલા આતંકવાદીઓ ઝડપાયા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ આતંકીઓ 26 જાન્યુઆરીએ કંઈ મોટું કરવાના ફિરાકમા હતા કે શું. 26 જાન્યુઆરી પહેલા જ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. તમિલનાડુથી 6 શંકાસ્પદ શખ્સો ફરાર હતા, જેઓ દિલ્હીમાં હુમલો કરવાના ફિરાકમાં હતા. આ તમામ પર હિન્દુ નેતા સુરેશ કુમારની હત્યાની સંડોવણીનો પણ આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ATSએ ઝફર અલી નામનો IS એજન્ટ ઝડપ્યો, ISનું મોડ્યુલ ગુજરાતમાં ઉભુ કરવાની ફિરાકમાં હતો


વડોદરાના ગોરવામાંથી ISISનો એજન્ટ ઝફર અલી ઝડપાયો છે. ઝફર અલી ISનું મોડ્યુલ ઉભું કરવા જફર ગુજરાત આવ્યો હતો. તેમજ ઝફર હિન્દુ નેતાના હત્યા કેસમાં પણ ફરાર હતો. ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, વડોદરાના ગોરવા વિસ્તારમાંથી પકડાયેલા આતંકીને ગુજરાત ATS અમદાવાદ લાવી છે. ગુજરાત ATSએ આતંકી ઝફરની પૂછપરછ કરીર હી છે, જેમાં બહુ મોટા ષડયંત્રનો ખુલાસો થશે.  



26મી જાન્યુઆરી પહેલાં ગુજરાતમાંથી આતંકી ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ગુજરાત એટીએસ અને વડોદરા પોલીસનાં સંયુક્ત ઓપરેશન થકી આતંકીની ધરપકડ કરાઈ છે. છેલ્લા 10 દિવસથી વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતો હતો. વડોદરાના ગોરવામાં ભાડાના મકાનમાં આતંકી ઝફર રહેતો હતો. આતંકી ઝફર અલી મૂળ તમિલનાડુનો રહેવાસી છે. ઝફર તમિલનાડુમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તમિલનાડુ ફંડામેન્ટલિસ્ટ ગ્રુપનો સદસ્ય પણ હતો. ઉલ્લેખનીય છે કે, આતંકી ઝફર અલીએ આ અગાઉ ભરૂચના જંબુસરમાં પણ આશરો લીધો હતો. ઝફર ISનું મોડ્યુલ ઉભું કરવા ગુજરાત આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઓપરેશન ગુપ્ત રીતે પાર પાડવામાં આવ્યું છે. ગુજરાત ATSએ પણ આતંકી ઝડપાયો હોવાની ખબર પર મહોર લગાવી દીધી છે. ઝફર આતંકવાદી ગતિવિધિને અંજામ આપવાના બદઈરાદા સાથે ગુજરાત આવ્યો હતો. IBના ઈનપુટને આધારે વડોદરાથી આતંકીને ઝડપી લેવાયો છે. 


Video : શારીરિક સંબંધ બાંધવા સિંહ સિંહણની એકદમ નજીક આવ્યો, પહેલા પંજો માર્યો અને પછી...


તમિલનાડુ ફંડામેન્ટલિસ્ટ ગ્રુપ ISIS સાથે સંકળાયેલું છે. તમિલનાડુ ફંડામેન્ટલિસ્ટ ગ્રુપના 3 આતંકી આજે દિલ્હીથી પણ ઝડપાયા છે. 6ના ગ્રુપમાંથી 4 આતંકી ઝડપાયા છે, જ્યારે કે, 2 આતંકી કન્યાકુમારીમાં હોવાની આશંકા છે. આ બે આતંકીઓએ ગઈકાલે કન્યાકુમારીમાં પોલીસ પર ફાયરિંગ કર્યાની શંકા છે. 


ઉલ્લેખનીય છે કે, આજે સવારે યુપીથી પકડાયેલા 3 આતંકીઓ નેપાલમાં રોકાયા હતા. યુપીમાં પકડાયેલા આરોપીઓ પાસેથી 3 MMની પિસ્તોલ મળી હતી. ત્રણેય આતંકી  મોઈદ્દીન, નવાઝ અને અબ્દુલ સમદ BCA થયેલા છે. ત્યાર વડોદરામાઁથી પકડાયેલા આતંકીની વધુ માહતી મેળવવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....