ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત એટીએસ (Gujarat ATS) ને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસએ આઈએસ એજન્ટ (IS Agent) ની ધરપકડ કરી છે. મૂળ તમિલનાડુનો ઝફર અલી નામનો આઈએસ એજન્ટ વડોદરાથી પકડાયો છે. ઝફર અલી આઈએસનું મોડ્યુલ ઉભું કરવા ગુજરાત આવ્યો હતો. જફર અલી હિન્દુ નેતાના હત્યા કેસમાં ફરાર છે. વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. સાથે જ તેની પાસેથી પિસ્તોલ પણ મળી આવી છે. એટીએસએ હાલ તેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : કન્યા અને વર બંને કમાન્ડો, સુરતના સમૂહ લગ્નમાં લેશે સાત ફેરા...


પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત એટીએસએ આઈબી ઈનપુટના આધારે આ આતંકીને પકડી પાડ્યો છે. આ આઈએસ એજન્ટ ઝફર અલગી તમિલનાડુ ફન્ડામેન્ટલિસ્ટ ગ્રૂપનો સદસ્ય છે. 6 સદસ્યો આ ગ્રૂપ સાથે સંકળાયેલા હતા. જેઓ દેશમાં જેહાદ કરવાના ઉદ્દેશ્યથી નીકળ્યા હતા. તેઓ આતંક ફેલાવવા તમિલનાડુથી દેશના અલગ અલગ રાજ્યોમાં ગયા હતા. જેમાં ઝફર અલી વડોદરા આવ્યો હોવાનું આઈબીને માહિતી મળી હતી. 


10 દિવસથી ગોરવામાં રહેતો હતો
એટીએસ એને વડોદરા પોલીસે જોઈન્ટ ઓપરેશનથી આઈએસઆઈના આતંકીને પકડી પાડ્યો છે. ઝફર અલી છેલ્લા 10 દિવસથી ગોરવામાં રહેતો હતો. અગાઉ ભરૂચના જંબુસરમાં તેણે આશરો લીધો હતો. જોકે, ગુપ્ત રીતે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઝફર અલી ગોરવામાં ભાડાના મકાનમાં રહીને આતંકી પ્રવૃત્તિઓ કરતો હતો.  


ગુજરાતનો આ બીચ દેશમાં સૌથી ચોખ્ખો-ચણાક બીચ જાહેર કરાયો


ઝફર અલી વડોદરા આવ્યો છે તેના આઈબીએ ફોટો સાથે ગુજરાતને ઈનપુટ આપ્યા હતા. ફોટોના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આઈબીએ કહ્યું હતું કે, તેઓ મોડ્યુલ સક્રિય કરી રહ્યા હોય તેવી પ્રાથમિક માહિતી મળી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક મોટી સફળતા કહી શકાય. ઝફર અલી વડોદરાની આસપાસ ફરી રહ્યો છે, અને કોઈ ગતિવિધિને અંજામ આપવાની ફિરાકમાં હતો. ત્યારે તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. હાલ તેનું પ્રાથમિક ઈન્ટરોગેશન થશે. 


Video : શારીરિક સંબંધ બાંધવા સિંહ સિંહણની એકદમ નજીક આવ્યો, પહેલા પંજો માર્યો અને પછી...


ઉલ્લેખનીય છે કે, આજે દિલ્હીમાં આજે અન્ય એક ઘટનામાં અંડરવર્લ્ડ વિરુદ્ધની કાર્યવાહીમાં મુંબઈ પોલીસને પણ મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાકિસ્તાનના કરાચીમાં છૂપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નિકટના ગેંગસ્ટર એજાઝ લાકડાવાલા (Ejaz Lakdawala) ની પટણાથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા એજાઝની પુત્રીની ધરપકડ બાદ મળી. ત્યાંથી જ તેમને એજાઝ પટણામાં હોવાની જાણકારી મળી. ત્યારબાદ તેને ઘેરવામાં આવ્યો. કોર્ટે લાકડાવાલાને 21 જાન્યુઆરી સુધી પોલીસ રીમાન્ડમાં મોકલી આપ્યો છે. લાકડાવાલા 20 વર્ષથી ફરાર હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....