શું દેશમાં જય શ્રી રામ બોલવું પણ ગુનો છે? સંઘની બેઠકમાં વલસાડની શાળાનો મુદ્દો ગુંજ્યો
શહેરના પીરાણા વિસ્તારમાં આવેલા નિશકલંકિ નારાયણ આશ્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ત્રી-દિવસીય પ્રતિનિધિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશમાંથી સંઘના સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેની અધ્યક્ષતા 11 માર્ચ થી 13 માર્ચ સુધી પ્રીતિનિધિ બેઠક યોજવામાં આવી હતી. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી.
આશ્કા જાની/અમદાવાદ : શહેરના પીરાણા વિસ્તારમાં આવેલા નિશકલંકિ નારાયણ આશ્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ત્રી-દિવસીય પ્રતિનિધિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશમાંથી સંઘના સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેની અધ્યક્ષતા 11 માર્ચ થી 13 માર્ચ સુધી પ્રીતિનિધિ બેઠક યોજવામાં આવી હતી. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી.
વિપુલ ચૌધરીએ હવે અર્બુદા સેના બનાવી! સરકારનુ નાક દબાવવાનો પ્રયાસ કે પછી...
સમગ્ર દેશમાંથી RSSના કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા છે. સંઘ માટે પ્રતિનિધિ બેઠકનું હોય છે આગવું મહત્વ. 1200 થી વધુ સંઘના કાર્યકરો હાજર છે. અમદાવાદના પીરાણા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી RSS ની બેઠક ચાલી રહી હતી. આજે અંતિમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ડો. મોહન ભાગવત સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી. આ બેઠક કરવા પાછળનો મુખ્ય હેતુ રાષ્ટ્ર ચિંતા રહેલી હતી. તદઉપરાંત ભારત દેશના ગ્રામીણ વિસ્તારમાં લઘુ ઉદ્યોગોને વેગવંતુ બનાવવું અને સરકાર સાથે સકલન સાંધીને નાના ઉદ્યોગોને વેગવંતુ બનાવવાના પ્રયાસો કેવી રીતે કરવામાં આવે તેને લઈને પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આગામી 2025 માં RSS ને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના પગલે સંઘની ભારત આંખમાં 01 લાખ નિત્ય શાખા કેવી રીતે લગાડી શકાય તેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.઼
GUJARAT CORONA UPDATE: નવા 37 કેસ, 60 દર્દી રિકવર થયા એક પણ મોત નહી
આરએસએસની ત્રિદિવસીય બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભારત દેશના દરેક ગામડાંને આદર્શ ગામડું બનાવવાનો લક્ષ્યાંક રખાયો હતો. ઉપરાંત ભારત દેશના વિચારોને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવને અંતર્ગત ઘણા કાર્યક્રમો સંઘે વિચર્યા છે. સ્વદેશી સ્વાવલંબનને વધારો આપવામાં આવશે. ઉપરકોત તમામ મુદ્દાઓને લઈને RSS ની ત્રી-દિવસીય બેઠક યોજાઇ હતી. જેમાં 12 માર્ચના રોજ જે.પી નડ્ડા વર્ચ્યુલી હાજર રહ્યા હતા. આજે છેલ્લા દિવસે એટલે કે 13 માર્ચ ના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. ડૉ. મોહન ભાગવત અને દત્તાત્રેય હોસબોલે સાથે બેઠક યોજી હતી. જેમાં ભારત દેશના વૈશ્વિક વિકાસને કેન્દ્ર બિંદુ રાખીને ચર્ચા વિમર્શ કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય બેઠકમાં સંખ્યાતમક શાખા લગાડવાનો લક્ષ્યાંક નથી પરંતુ પરિણામ લક્ષી શાખા લગાડવાનો લક્ષ્યાંક છે જેમાં સામાજિક સમરસતા, સામાજિક એકતા વધારવાનો ઉદેશ્ય હોય.
ભાજપના કોર્પોરેટરે એક બોલ માર્યો અને મેયર સીધા જ લોહીલુહાણ થઇને ઢળી પડ્યાં
સંઘની પ્રતિનિધિ બેઠકમાં દત્તાત્રેય હોસબોલેએ ધાર્મિક સ્વતંત્રતાના નામે જે લોકો કટ્ટરતા ફેલાવે છે તે લોકો પર એક સંતુલન બેસાડવામાં આવે તેવું કામ કરવું જોઈએ. દત્તાત્રેય હોસબોલે એ જણાવ્યું કે, ગુજરાતમાં તાપી જિલ્લાની સેન્ટ મેરી હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીએ "જય શ્રી રામ બોલતા" પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થી જોડે માંફી મંગાવી હતી. જે મામલે દત્તાત્રેય હોસબોલે એ જણાવ્યું હતું કે, શું એને આઝાદી નથી, આપણી સંસ્કૃતિમાં જયશ્રી રામ કહેવુ એ અભિવાદન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube