ઝી બ્યુરો, અમદાવાદ: દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં ધામા નખ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિરોધી વોટર્સને એકજૂટ કરવા અને પોતાની તરફ આકર્ષવાના પ્રસાય કરવામાં આવી રહ્યા છે. ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ બે દિવસથી ગુજરાતના પ્રવાસે હતા. ત્યારે કેજરીવાલે આજે અમદાવાદમાં સંવાદ કરતા જણાવ્યું હતું કે, હું દર અઠવાડિયે ગુજરાત આવીશ અને વીજળીને જેમ અલગ-અલગ મુદ્દે સંવાદ કરીશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસ સરકારમાં એટલું મોટું વીજળીનું બિલ આવતું કે લોકો પરેશાન હતા. વીજળી બીલ ઓછું કરવા શિલા દિક્ષિતને અપીલ કરી. પંદર દિવસના ઉપવાસ કર્યા, 15 લાખ લોકોએ સહી કરીને કહ્યું બિલ ઘટવું જોઇએ. આપની પ્રથમ સરકારમાં વીજળી બિલ અડધા કર્યા. ત્યારે રાષ્ટ્રપતિ શાસનમાં ફરી બિલ વધી ગયા. બીજી સ્પષ્ટ સરકારમાં વીજળીના બિલ માફ કર્યા અને વીજળી મફત કરી.


ગુજરાતી વિદ્યાર્થીને માઈક્રોસોફ્ટે આપી તગડા પગારની નોકરીની ઓફર, LD ના 74 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટુ પ્લેસમેન્ટ


કેજરીવાલે વધુમાં જણાવતા કહ્યું કે, સત્યેન્દ્ર જૈનને ખોટા કેસમાં જેલમાં પુરવામાં આવ્યા. દિલ્હીમાં ટેક્સ ઘટાડ્યો, લોન ન લીધી અને વીજળી મફત આપી. દિલ્હી સરકાર પર આજે કોઈ લોન નથી. દિલ્હી સરકાર પ્રોફિટમાં છે. સાત વર્ષથી વીજળીના ભાવ વધાર્યા નથી. હું ભણેલો ગણેલો છું અને મારી ડિગ્રી અસલી છે. 70 ટકા લોકોના બીલ ખોટા આવે છે. લોકો ધક્કા ખાય છે. ભ્રષ્ટાચાર કરી બિલ વધારવામાં આવે છે.


ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરાવવા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કમર કસી


વધુમાં જણાવ્યું કે, 24 કલાક અને મફત વીજળી એક જાદુ છે જે માત્ર મને આવડે છે. અમારી નિયત સાફ છે. અમે વીજળી કંપની પાસેથી રૂપિયા ખાતા નથી. ગુજરાતમાં પણ મફત વીજળી મળી શકે છે. તમારે રાજકારણ બદલવું જોઇએ. સરકાર બદલવી જોઇએ. ભાજપને ડર લાગે છે કે જો મફત વીજળી આપવામાં આવશે તો લૂંટવા નહીં મળે. હુ રવિવાર પરત આવીશ અને મફત વીજળીની સમસ્યાનું સમાધાન લઇને આવીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube