પાટણ : શહેર બે અજાણ્યા ઈસમો ગાડીમાં આવીને રસ્તા પરથી પસાર થતી વયવૃદ્ધ મહિલાને ઉભી રખાવીને તેને વાતોમાં ભોળવીને મહિલા પાસે રહેલ સોનાના દાગીના કઢાવી ઠગાઇ કરી ઈસમો ફરાર થઇ ગયા હતા. જે અંગે મહિલાએ પાટણ શહેર પોલીસ મથકે ઠગાઇ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ કરી છે. ગુનામાં સામેલ ગાડી જોવા મળતા તેના ગાડી નંબર પરથી સમગ્ર ગુનાહનો ભેદ ઉકેલાયો હતો. તપાસમાં એક ઈસમને ઝડપી તમામ સોનાના દાગીના રિકવર કરીને વધારે તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના પાંચ રાજ્યોમાં ભુંડા પરાજય બાદ ગુજરાત કોંગ્રેસનાં નેતાએ કહ્યું કે...


પાટણ શહેરના આરાધના ફ્લેટમાં એકલવાયું જીવન ગુજરતા વયોવૃદ્ધ મંજુલા પંચાલ (ઉંમર વર્ષ 65) બે દિવસ અગાઉ પોતાના મોબાઇલનું રિચાર્જ કરાવવા માટે શહેરના સીટી પોઇન્ટમાં જઈ રહ્યા હતા. તેટલામાં બે અજાણ્યા ઈસમો ગાડીમાં આવ્યા હતા. મહિલાને ઉભા રખાવીને તેમની સાથે વાત ચિત કરી મહિલાએ પહેરેલા સોનાના દાગીના ડબલ થઇ જાય તે પ્રકારની વાતો કરતા હતા. મહિલા અજાણ્યા ઈસમોની વાતો આવી જઈ લાલચ જાગી હતી. મહિલાએ પોતે પહેરેલા દાગીના સોનાની બે બંગડી, ચેન અને એક વીંટી ગાડીમાં બેઠેલા લોકોને આપતા આ ઠગટોળકી દાગીના લઇ એક રૂમાલ માં અન્ય વસ્તુ મૂકી મહિલાને કહ્યું કે, આ રૂમાલ ઘરે જઈને ખોલજો તમારા દાગીના ડબલ થઇ જશે તેમ કહી મહિલાને રૂમાલની પોટલી બનાવી મહિલાને આપી બે ઈસમો ફરાર થઇ ગયા હતા, ત્યારે મહિલાએ ઘરે જઈને રૂમાલની પોટલી ખોલતા તેમા સોનાના દાગીનાને બદલે અન્ય વસ્તુ નીકળતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું લાગતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.


પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો, ભાજપ-આપ કાર્યાલય પર ભવ્ય ઉજવણી, કોંગ્રેસના કમાડ બંધ


પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે છેતરપિંડી ની ફરિયાદ નોંધાવતા પોલીસે સીટી પોઇન્ટ વિસ્તારમાં આવેલ સીસીટીવી ફૂટેજની તપાસ ફરિયાદીને સાથે રાખી શરુ કરતા અજાણ્યા ઈસમો આવ્યા હતા. ઓળખ ફરિયાદી મહિલાએ કરતા પોલીસે ગાડીનો નંબર સીસીટીવીમાં જોઈ તેની તપાસ કરતા ગાડી અમદાવાદ તરફની હોવાનું માલુમ પડતા પોલીસે અમદાવાદ જઈ તપાસ કરતા ગાડી ડાભી કનૈયાલાલ નામના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું. 


તાપી : આંગણવાડીમાં સંજીવની દૂધ પીધા બાદ 3 બાળકોની તબિયત બગડી


પોલીસે કનૈયાલાલ ડાભીનું લોકેશન મેળવી તેને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. પૂછપરછ કરતા આરોપીઓએ સમગ્ર ઘટનાની કબૂલાત કરી હતી. પોલીસે સોનાના દાગીના કિંમત રૂપિયા દોઢ લાખ સાથે ગાડીની કિંમત દોઢ લાખનો મુદ્દા માલ કબ્જે કરી ગુનાહમાં અન્ય એક ઈસમ પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. જેના પગલે પોલીસે વધારે પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત દિનેશ મારવાડી નામનો એક વ્યક્તિ હાલ ફરાર હોવાના કારણે તેને ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube