પાટણ : રાજ્યમાં ડીઝલની અછત સર્જાતા વાહન ચલાકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે પાટણ જિલ્લામાં આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલ નથી ના બોર્ડ લાગી જતા વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટેશન પર સીધી અસર પડી રહી છે. ડીઝલ અછત મામલે રાધનપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BBA અને BCAમાં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર, જાણો ક્યારે બહાર પડશે મેરિટ લીસ્ટ


ડીઝલની અછત સર્જાવા મામલે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે મોટા શહેરો બાદ જિલ્લાઓમાં પણ ડીઝલની અછત ઉભી થવા પામી છે. જેમાં પાટણ જિલ્લામાં આવેલ પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતા છેવટે પંપો પર ડીઝલ નથી ના બોર્ડ લાગી જવા પામ્યા છે. જેની લઇ વાહન ચાલકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે તો તેની સીધી અસર ટ્રાન્સપોર્ટ અને ખેડૂતો પર પાડવા પામી છે. જે મામલે પેટ્રોલ પંપના સંચાલકને પુછાતા તેમણે જણાવ્યું હતું કે, ડીઝલનો જથ્થો ઉપરથી  અપૂરતો આવતો હોઈ આ સ્થિતિ નિર્માણ પામી છે. જ્યાં સુધી સ્ટોક હોય ત્યાં સુધી વેચાણ કરીયે છીએ અને બીજો સ્ટોક મેળવવામાં 8થી 12 કલાક જેટલો સમય લાગે છે ત્યાર સુધી ડીઝલ ન હોઈ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.


2023માં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે, જિતુ વાઘાણીએ કરી ભવિષ્યવાણી


પાટણ જિલ્લામાં ડીઝલની અછત મામલે રાધનપુરના ધારાસભ્યએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, સરકારી પેટ્રોલ પંપ પર ડીઝલ મળતું નથી જયારે ખાનગી પંપ પર 20 રૂપિયાથી વધુનો ભાવ વધારો લેવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ડીઝલની અછતને લઇ ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે સરકારે ખાનગી પેટ્રોલ પંપના સંચાલકો સામે ભાવ નિયંત્રણ માટે પગલાં લેવા જોઈએ લોક હિત માટે સરકારે પગલાં ભરવા પત્રમા માંગ કરવામા આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube