આ ખરીદીનું બજાર છે કે કોરોનાનું બજાર? જો નહી ચેતીએ તો થર્ડ વેવને કોઇ નહી અટકાવી શકે
* તહેવારોને લઈને બજારમાં ખરીદીનો માહોલ
* ભીડમાં પાકિટ અને સામાનની ચોરી અટકાવવા પોલીસનો નવતર પ્રયાસ
* કારંજ પોલીસે ચોરીથી બચવા લોકોને આપી સમજણ
* બેદરકાર થઈ ખરીદી કરતા લોકો ગુમાવે છે કિંમતી સામાન અને બાળકો પણ
અમદાવાદ : કોરોનાકાળ બાદ તહેવારોની સીઝન શરૂ થતાં બજારોમાં ખરીદી કરવા જતા લોકોની ભીજ જોવા મળી રહી છે. ત્યારે દિવાળીનાં તહેવાર પહેલા અમદાવાદમાં સૌથી પ્રખ્યાત લાલદરવાજાનાં બજારમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેવામાં ખરીદી કરતી સમયે કિંમતી ચીજ વસ્તુઓ અને મોબાઈલની ચોરી અટકાવવા સાથે જ બાળકોનું વાલી ખાસ ધ્યાન રાખે પોલીસે ખાસ આયોજન કરી લોકોને સમજણ આપી છે.
સબ સલામતણના બણગા ફૂંકતી પોલીસ: ઘાટલોડીયામાં તહેવારના ટાણે જ વૃદ્ધ દંપત્તીની હત્યાથી ચકચાર
સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે અમદાવાદનાં સૌથી ભરચક વિસ્તાર લાલદરવાજાનાં શહેરનું સૌથી જુનું માર્કેટ ઢાલગરવાડ, ત્રણ દરવાજા, પાંચ દરવાજા છે.દિવાળીનાં તહેવારને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.ગત વર્ષે કોરોનાનાં કારણે આ બજારમાં એકલ દોલક ખરીદદારો જોવા મળતા હતા. જ્યારે આ વખતે દિવાળીનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. પરંતુ ભીડમાં ખરીદી કરવા આવતા લોકોનું ધ્યાન ખરીદીમાં હોય તેનો લાભ લઈને ચોર ટોળકી અનેક લોકોનાં સામાનની ચોરી કરતી હોય છે.ત્યારે કારંજ પોલીસે બજારમાં શી ટીમ સાથે રાખીને લોકો કેટલી બેદરકારી રાખે છે તેનું ચેકિંગ હાથ ધર્યુ હતું.અને અલગ અલગ મહિલાઓનાં બેગ, પાકિટ સહિતનાં સામાનની કઈ રીતે ચોરી થાય છે તેનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું.
17 વર્ષની તરૂણીએ 16 વર્ષની કામવાળીને કહ્યું ક્યારેય મોજ કરી છે કે નહી? અને પછી...
પોલીસે અલગ અલગ જગ્યાઓ પર જઈને ખરીદીમાં મસ્ત મહિલાઓનાં સામાનની ચોરી કરી હતી અને બાદમાં તેઓને તકેદારી રાખવા સમજણ આપી હતી.ત્યારે અનેક લોકો એવા પણ જોવા મળ્યા હતા. કે ખરીદી સમયે તેઓનાં બાળકો પણ પોલીસ એક તરફ લઈ ગઈ છતાંય તેઓનું ધ્યાન નહોતું.તેવામાં પોલીસે ખરીદી માટે આવતા તમામ લોકોને સાવચેતી રાખવા સૂચન કર્યુ છે. દર વર્ષે દિવાળી પહેલા બજારમાં કપડાંથી લઈને ઘરવખરીની તમામ વસ્તુઓની ખરીદી માટે આવતા લોકોનાં કિંમતી સામાન ચોરાઈ જવાની અનેક ધટનાઓ બને છે. તેવામાં પોલીસ અલગ અલગ ચેક પોઈન્ટ બનાવીને આ પ્રવૃતિ અટકાવવા પ્રયાસ કરે છે. પરંતુ ચોરીને અટકાવવા લોક જાગૃતિ પણ એટલી જ જરૂરી છે.
કારંજ પોલીસ દ્વારા લાઉડ સ્પીકર મારફતે એનાઉન્સમેન્ટ કરીને પણ લોક જાગૃતિ લાવવા પ્રયાસ કરાય છે. તેવામાં ખરીદી કરવા આવતા લોકોમાં પોતાના કિંમતી સામાન, મોબાઈલ ફોન, જરૂરી ડોક્યુમેન્ટ અને અન્ય વસ્તુઓની ચોરી ન થાય તે માટે તકેદારી રાખવી પણ એટલી જ જરુર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube