અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ શહેરના ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો ભુમાફિયાઓ સાથે સોદા કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા પછી શહેર ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પુલકિત વ્યાસને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના કોર્પોરેટર વીડિયોમાં દક્ષિણ ઝોનમાં થતા ગેરકાયદે બાંધાકમને રક્ષણ આપવાનું વચન આપતા હોવાનું જોવા મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પુલકિત વ્યાસ ભુમાફીયાઓ પાસેથી પૈસા લે છે અને તેના બદલામાં દક્ષિણ ઝોનમાં થતા ગેરકાયદે બાંધકામને રક્ષણ પુરું પાડવાની બાંહેધારી આપતા જોવા મળી રહ્યા છે. તેમણે જેની પાસેથી પૈસા લીધા તેને વચન આપ્યું હતું કે, તેઓ ગેરકાયદે બાંધકામ તોડતા અધિકારીઓને સાચવી લેશે. ગેરકાયદે બાંધકામ કરનારી વ્યક્તિએ માત્ર આરટીઆઈ કરનારા લોકોને સાચવવાના રહેશે. સાથે જ તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી એસ્ટેટ અધિકારી બરંડા અને કોંગ્રેસના પ્રેદેશ મંત્રી રાજેશ સોનીનું નામ પણ વારંવાર લેતા જોવા મળે છે. 


કોર્પોરેટરે વ્યક્તિ પાસેથી પૈસા લીધા તેના બદલામાં તેણે બાંધેલા ગેરકાયદે બાંધકામને રક્ષણ પુરું પાડવાની ખાતરી આપી હતી. સાથે જ બીજું ફેક્ટરીઓનું કામ લાવે તો તેને પણ કરાવી આપવાની કોર્પોરેટર પુલકિત વ્યાસ બાંહેધારી આપતા વીડિયોમાં જોવા મળે છે.  


કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ લેતો વાયરલ થયેલો વીડિયો જુઓ નીચે....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....