અમદાવાદ : ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ઓફિસર ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે અને હાલ પુરતી કોઇ રાહત આપવામાં આવી નથી. આ કેસની વધુ સુનાવણી આગામી 7મી સપ્ટેમ્બર પર રાખવામાં આવી છે. અહીં નોંધનિય છે કે, આતંકવાદી હોવાની આશંકાને પગલે વર્ષ 2004માં ઇશરત જહાં સહિત ચાર શખ્સોનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્કાઉન્ટર કરાયું હતું. 


બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલો આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આતંકવાદી હોવાની આશંકાએ વર્ષ 2004માં ઇશરત જહાનું એન્કાઉન્ટર કરાયું હતું. જે વખતે પોલીસ ટીમના અધિકારી એવા પૂર્વ આઇપીએસ અધિકારી ડી જી વણઝારા અને એન કે અમીને આ કેસમાંથી મુક્ત કરવા માટે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. જોકે આ મામલે આજે સુનાવણી થતાં કોર્ટે કોઇ રાહત આપી નથી અને ડિસ્ચાર્જ અરજી રદ કરી છે.