ઉદય રંજન/અમદાવાદ :ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ અધિકારી ડીજી વણજારા અને એનકે અમીનને લઈને કોર્ટે મહત્વ નો ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે બંનેને જામીન મુક્ત કર્યાં છે. ત્યારે અમે તમને એ દિવસ યાદ કરાવીએ કે, જ્યારે 15 જૂન 2004ના દિવસે ઈશરત સહિત ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અમદાવાદના બહારના વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં કયા અધિકારીએ કેટલી ગોળીઓ ચલાવી હતી, તે માહિતી આજદિન સુધી સામે આવી નથી. ત્યારે એક્સક્લુઝીવ માહિતીમાં જુઓ, એન્કાઉન્ટર સમયે કયા અધિકારીએ કેટલા ફાયર કર્યા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


15 જુન, 2004ના રોજ અમદાવાદમાં થયેલ ઈશરત જહા એન્કાઉન્ટરની તસવીર


  • એન. કે. અમીન - 5 રાઉન્ડ ફાયરિંગ 

  • જે જી પરમાર - 4 રાઉન્ડ ફાયરિંગ 

  • તરુણ બારોટ - 6 રાઉન્ડ ફાયરિંગ 

  • આઈ કે ચૌધરી - 3 રાઉન્ડ ફાયરિંગ 

  • મોહન કાલસવા - 32 રાઉન્ડ ફાયરિંગ (એકે 47થી) 

  • મોહન નાંનજી - 10 રાઉન્ડ ફાયરિંગ (એકે 47થી) 

  • અંજુ જીમાન ચૌધરી - 10 રાઉન્ડ ફાયરિંગ (સ્ટેન ગનથી) 


ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ કોર્ટનો આ ચુકાદો આવતા કેસ સાથે જોડાયેલા અધિકારોમાં ખુશી જોવા મળી હતી. બંને અધિકારી એન.કે. અમીને અને ડીજી વણઝારાએ 8 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. કોર્ટે મુક્ત કરતા બહાર તેમના સમર્થકો દ્વારા ભારત માતા કી જય અને વંદેમાતરમના નારા લાગ્યા હતા.  



ઈશરત જહાની તસવીર


શું છે ઈશરત જહા એન્કાઉન્ટર કેસ...
મુંબઈના મુબ્રાની 19 વર્ષીય ઈશરત જહા, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લૈ, અમજદ અલી અકબર અને જીશાન જૈાહરને 15 જુન, 2004નું અમદાવાદમાં એન્કાઉન્ટર કરાયું હતું. ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે, આ ચારેય લોકો આતંકવાદી સંબંધિત હતા, અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવાના ષડયંત્રથી ગુજરાતમાં આવ્યા હતા. સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો, અને એસઆઈટી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી.