ઝી બ્યુરો/વડોદરા: અમદાવાદમાં તથ્યકાંડ પછી વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર જાગ્યું છે. વડોદરાના 10 બ્રિજ પર CCTV લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકાએ બ્રિજ પર સીસીટીવી માટેના પોલ લગાવાનું શરૂ કર્યું છે. એક પૉલ પર 4 CCTV લગાવવામાં આવશે. ઓવર સ્પીડમાં વાહન ચલાવતાં લોકો સામે સીસીટીવી કેમેરાની મદદથી તંત્ર કાર્યવાહી કરશે. ફ્લાય ઓવરબ્રિજમાં ટર્નિંગ પર રેડિયમ પણ લગાવાશે. જેથી અકસ્માત ન સર્જાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં! આ દિગ્ગજ નેતાને બનાવ્યા નવા પ્રભારી


વડોદરા મહાનગર પાલિકા એક્શનમાં આવી ગયું છે અને વડોદરા શહેરના 10 ફ્લાયઓવર બ્રિજ પર CCTV લગાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સૌ પ્રથમ શહેરનાં 10 બ્રિજ પર CCTV લગાવાશે. શહેરનાં 10 બ્રિજ પર પોલ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ દરેક પોલ પર 4 સીસીટીવી લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 75 થી વધુ કેમેરા ફ્લાયઓવર બ્રિજ પર લગાવાશે.


જામનગરમાં મહિલા નેતાઓ વચ્ચે તું તું મેં મે...નો બીજો કિસ્સો! 'ઔકાત હોય તો જ...'


આ મુદ્દે વડોદરા મ્યુનિ. કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, 10 ફ્લાય ઓવર પર 75થી વધુ કેમેરા મુકાશે. આ પ્રોજેક્ટ શહેરીજનોની સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રોજેક્ટ છે. સીસીટીવી કેમેરા લગાવવાથી ગુનાહિત પ્રવૃતિઓ અટકાવી શકાશે. તેમજ થયેલ ગુનાહિત પ્રવૃતિઓને ડામવા માટે સીસીટીવી ફૂટેજ મહત્વના બની શકે છે. 


જામનગરમાં ફરી રેગિંગની ઘટના: મેડિકલ કોલેજના ડીને કહ્યું; આ કેસ રેગિંગની વ્યાખ્યામાં.