આશ્કા જાની, અમદાવાદઃ અમદાવાદના ઈન્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે મેડિકલના આધારે કોર્ટમાં જામીન અરજી કરી હતી. અમદાવાદ જિલ્લા કોર્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. નોંધનીય છે કે પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર કરાવવા માટે જામીન અરજી કરી હતી. ત્યારબાદ મૃતકના પરિવારજનોના વકીલ દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. આ પહેલાની સુનાવણીમાં સરકારી વકીલે પણ જામીન ન આપવા કોર્ટને જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેસમાં તથ્ય પટેલે પણ જામીન માટે અરજી કરી છે. આજે સરકારે એફિડેવિટ ફાઈલ કરી છે. મૃતકોના પરિવારજનો દ્વારા તથ્યને જામીન આપવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. હવે અકસ્માત સર્જી 9 લોકોના ભોગ લેનાર તથ્યની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થશે. 


એફિડેવિટમાં જામીનનો કરાયો વિરોધ
કોર્ટમાં સરકારે એફિડેવિટ ફાઈલ કરી તથ્યના જામીનનો વિરોધ કર્યો છે. સરકારી વકીલે કહ્યું કે કેસ સેશન્સ કમિટ થઈ ગયો છે અને 24 ઓગસ્ટે આરોપીને કોર્ટમાં રજૂ કરવાનો છે. આરોપી તથ્ય સામે આ અકસ્માતના કેસ સિવાય અન્ય બે ગુનાઓ પણ છે. તથ્ય પર 9 લોકોના મોતનો ગંભીર ગુનો છે. તો તેના પિતા પ્રજ્ઞેશ પર 10 કેસો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તથ્ય વારંવાર અકસ્માત સર્જે છે. જો તેને જામીન આપવામાં આવે તો આવા ગુના ફરી કરી શકે છે. 


આ પણ વાંચો- મોંઘવારીથી પીડાતા લોકોને વધુ એક ઝટકો, ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો


એફિ઼ડેવિટમાં કહેવામાં આવ્યું કે આરોપી વગદાર હોવાને કારણે સાક્ષીઓને ધમકાવી કે પૈસાની લાલચ આપી શકે છે. એટલે આ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારના હિતને જોતા તેના જામીન નામંજૂર કરવા જોઈએ. અકસ્માતમાં ઈજાગ્રસ્ત પામેલ એક યુવક હજુ સારવાર હેઠળ છે. 


આ કલમો હેઠળ તથ્ય સામે કેસ દાખલ
તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ અકસ્માત કેસમાં પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બાદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.


આ પણ વાંચોઃ હવે ક્યારે આવશે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી નવી આગાહી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube