ઈસરોમાં પહોંચી ગુજરાતની લાડલી, આઝાદી સેટેલાઈટમાં તન્વી પટેલનું પણ છે મોટું યોગદાન
ઈસરોના આઝાદી સેટેલાઈટને બનાવવામાં મહેસાણાના લાડોલની તન્વીનો મોટો ફાળો, તન્વીએ સેટેલાઇટમાં હવાના દબાણ, તાપમાન અને ભેજના નિયંત્રણ સહિત પાંચ બાબતોનું કોડિંગ કર્યું
તેજસ દવે/મહેસાણા :ઈસરો માટે આજે ઐતિહાસિક દિવસ છે. કારણ કે, ઈસરો આજે સૌથી નાનું સેટેલાઈટ લોન્ચ વ્હિકલ લોન્ચ કર્યું. શ્રીહરીકોટાના સતીશ ધવન સેન્ટરથી તે 9 કલાક અને 18 મિનિટે લોન્ચ થયું. આ સેટેલાઈટની ખાસિયત એ છે કે, તેને વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવાાયેલુ છે. વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવાયેલા આઝાદી સેટેલાઈટે આજે ઉડાન ભરી છે. ત્યારે ઈસરોના આઝાદી સેટેલાઈટને બનાવવામાં મહેસાણાની તન્વી પટેલનો મોટો ફાળો છે. તન્વીએ સેટેલાઇટમાં હવાના દબાણ, તાપમાન અને ભેજના નિયંત્રણ સહિત પાંચ બાબતોનું કોડિંગ કર્યું છે. ટેમ્પરેચર, હવાનું દબાણ સહિત 5 વસ્તુઓનું ઓપરેટિંગ તન્વી પાસે હતું.
મહત્વનું છે કે, થોડા સમય પહેલા સ્પેસ કિડ્સ ઈન્ડિયા કંપનીએ સરકાર સાથે MOU કર્યા હતા. જેમા ગુજરાતના મહેસાણાની એકમાત્ર તન્વી પટેલની પસંદગી થઈ હતી. વિદ્યાર્થીઓએ બનાવેલ આઝાદી સેટ નામનું સેટેલાઈટ આજે ઉડાન ભર્યું છે. આ સેટેલાઈટ બનાવવા માટે દેશની 750 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ સેટેલાઈટનું શ્રી હરિકોટા ખાતે આવતીકાલે લોન્ચ થશે. લાડોલ ગામની શ્રી BS કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી તન્વીને સ્પેસ કિડ્સ ઈન્ડીયા કંપનીએ કીટ આપી હતી. સેટેલાઈટ જ્યારે અવકાશમાં જાય ત્યારે હવાનું પ્રેશર, ટેમ્પરેચર, હવાનું દબાણ, ભેજનું પ્રમાણ જેવી કુલ 5 વસ્તુઓ પર કોડીગનું કામ કર્યું છે. વિદ્યાર્થીનીઓએ બનાવેલ 8 કિલોગ્રામનું સેટેલાઈટ લોન્ચ વ્હીકલથી પ્રથમ વખત અંતરિક્ષમાં પહોંચશે. અંતરિક્ષમાં ગયા બાદ આ સેટેલાઈટ તિરંગો લહેરાવશે.
ગુજરાતમાંથી માત્ર તન્વીની પસંદગી
આ સેટેલાઇટ બનાવવા માટે મહેસાણા જિલ્લાના લાડોલ ગામની તન્વી પટેલનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. તન્વીએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. સેટેલાઇટમાં અંતરિક્ષમાં ટેમ્પરેચર, હવાનું દબાણ સહિત 5 વસ્તુઓ તન્વીએ કરેલા કોડીંગથી ઓપરેટ થશે. ગુજરાતમાંથી પસંદગી પામેલી તન્વી એકમાત્ર છે. જેમાં થોડા માસ અગાઉ સ્પેશ કિડ્સ ઇન્ડિયા કમ્પનીએ આ સેટેલાઇટ બનાવવા સરકાર પાસે MOU કર્યા હતા. ત્યારે અમદાવાદ ઈસરો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લાડોલની તન્વીને સાથે રાખી MOU કરવામાં આવ્યાં હતા. આ સેટેલાઇટમાં કામગીરી કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી માત્ર તન્વીની પસંદગી કરવામાં આવી હતી.
તન્વીએ 5 વસ્તુઓ પર કોડીગનું કામ કર્યું
લાડોલ ગામની શ્રી બીએસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી તન્વીને સ્પેસ કિડ્સ ઈન્ડીયા કંપનીએ કીટ આપી હતી. જેમાં તન્વીએ સેટેલાઇટ જ્યારે અવકાશમાં જાય ત્યારે હવાનું પ્રેશર, ટેમ્પરેચર, હવાનું દબાણ, ભેજનું પ્રમાણ જેવી કુલ 5 વસ્તુઓ પર કોડીગનું કામ કર્યું છે.
દેશમાંથી 750 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો
વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઈટ આઝાદી સેટ પોતાની ઉડાન ભરે એ પહેલા તેને ઔપચારિક રીતે તપાસ કરાઈ હતી. આજે સવારે શ્રી હરિકોટા ખાતે આ સેટેલાઈટનું લોન્ચિંગ થયું છે. આ સેટેલાઈટ બનાવવા દેશની 75 શાળાની 750 વિદ્યાર્થિનીઓએ યોગદાન આપ્યું છે. આ તમામ વિદ્યાર્થીનીઓને સેટેલાઈટ લોન્ચિંગ માટે શ્રી હરિકોટા લઈ જવાઈ હતી.
સેટેલાઈટ 10 મહિના સુધી પૃથ્વીની પરિભ્રમણ કરશે
આવતીકાલે સવારે 9:00 કલાકે આ સેટેલાઈટને છોડવામાં આવશે. સેટેલાઈટમાં લાગેલા સેલ્ફી કેમેરા વડે અંતરીક્ષમાં સોલર પેનલ ખુલશે અને સેલ્ફી કેમેરા વડે આ સેટેલાઈટ અંતરીક્ષના ફોટોગ્રાફ્સ મોકલવાનું શરૂ કરશે. આ સેટેલાઈટ 10 મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે.
પ્રથમવાર 8 કીગ્રાનું સેટેલાઇટ ઉડશે
આવતી કાલે શ્રી હરિકોટા ખાતે દેશમાં પ્રથમ વખત વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઇટને લોનચિગ કરવામાં આવનાર છે. જે માટે 750 વિદ્યાર્થીનીઓ હરિકોટા પહોંચી હતી. આ દિવસ ઐતિહાસિક દિવસ છે. કારણ કે, સેટેલાઇટ માત્ર વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વેહિકલ પહેલી વાર માત્ર 8 કીગ્રાનું આ સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. જ્યા અંતરિક્ષમાં ગયા બાદ આ સેટેલાઇટ તિરંગો લહેરાવશે.
SSLV સેટેલાઈટની ખાસિયત
- SSLV એટલે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ
- SSLV રોકેટ અંતરિક્ષમાં બે ઉપગ્રહ સ્થાપિત કરશે
- 350 કિમીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહ સ્થાપિત કરશે
- પહેલો ઉપગ્રહ 135 કિલોગ્રામ વજનનો છે
- બીજો ઉપગ્રહ 7.5 કિલોગ્રામનો છે
મહત્વનું છે કે, SSLV દેશનું સૌથી નાનું સેટેલાઈટ લોન્ચ વ્હિકલ છે. SSLV બે ઉપગ્રહ 350 કિમીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે. જેમાં પહેલો ઉપગ્રહ ભૂ-અવલોકન IOS-02 છે, જેનું વજન 135 કિલોગ્રામ છે. જ્યારે બીજો ઉપગ્રહ આઝાદી સેટેલાઈ છે. જેનું વજન 7.5 કિલોગ્રામ છે. આ પહેલા ઈસરો PSLV, GSLV રોકેટ લોન્ચ કરી ચુક્યુ છે. PSLV પ્રક્ષેપણમાં ઘણો વધારો ખર્ચ થતો હોય છે. એટલુ જ નહીં તેને બનાવવામાં 45 દિવસનો સમય અને 600 એન્જિનિયરોની જરૂર પડતી હોય છે. PSLVને પ્રક્ષેપણ માટે પેલોડ પૂર્ણ કરવા માટે સેટેલાઇટની રાહ જોવી પડી હતી. તે જ સમયે, 6 એન્જિનિયર્સ માત્ર એક અઠવાડિયામાં SSLV તૈયાર કરી શકે છે. PSLVને લોન્ચ કરવા માટે પે-લોડ પૂરો કરવા માટે સેટેલાઈટની રાહ જોવી પડે છે. જેની સામે SSLVને માત્ર 6 એન્જિનિયર એક અઠવાડિયામાં તૈયાર કરી શકે છે.SSLV 10 કિલોગ્રામથી 500 કિલોગ્રામના ઉપગ્રહને સરળતાથી અંતરિક્ષમાં પ્રસ્થાપિત કરી શકે છે.