ગૌરવ પટેલ, અમદાવાદ : છેલ્લા કેટલાક ગણતરીના દિવસોથી જમાલપુરની શાકમાર્કેટ ફેરવીને જેતલપુર કરવામાં આવી છે. આ નિર્ણય જમાલપુર શાકમાર્કેટમાં ભેગી થઈ જતી ભીડને કાબૂમાં રાખવા માટે કરવામાં આવ્યો હતો. જોકે જેતલપુર શિફ્ટ કરાયા પછી ભીડની સમસ્યા પધી વધી ગઈ છે. આ સંજોગોમાં એપીએમસીના સ્ટાફ અને વેપારીઓને સંક્રમણનો ડર લાગ્યો છે અને તેઓ માર્કેટ બંધ કરવાની ડિમાન્ડ કરવા લાગ્યા છે. આ પરિસ્થિતિ ઉભી થવા પાછળ  અનેક કારણો જવાબદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમાલપુર ખાતેનું શાક માર્કેટ માત્ર ૧૬૦૦૦ વારમાં ફેલાયેલું છે જ્યારે જેતલપુર માર્કેટ ૧ લાખ વારમાં ફેલાયેલું છે. જમાલપુરમાં લોકડાઉન થયા બાદ રોજની ૧૧ હજારથી ૧૨ હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક હતી. જમાલપુર ખાતે માત્ર ૧૫૦થી ૨૦૦ રીક્ષાની અવરજવર થતી હતી જેતલપુર ખાતે શાકમાર્કેટ ખસેડાયા બાદ શાકભાજીની આવકમાં તોતિંગ વધારો થયો છે અને રોજની ૨૫ હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક થાય છે જે  જમાલપુર કરતા ઘણી વધારે છે. 


હવે લોકડાઉનમાં સીએનજી  રીક્ષા ચાલકો બેકાર બન્યા છે. આ બેકારી દુર કરવા રીક્ષાચાલકોએ હોલસેલમાં શાકભાજીની ખરીદી કરી રીટેઇલમાં વેચાણ શરુ કર્યું છે. શાકભાજી એસેન્શિયલ કોમોડિટીમાં હોવાથી તેની હેરફેર પર રોક નહોતી જેના પગલે તેમને સીએનજી પણ મળવા લાગ્યો. જમાલપુરની ૧૫૦થી ૨૦૦ રીક્ષાની સરખામણીએ જેતલપુર ખાતે ૧૧૦૦થી ૧૨૦૦ રીક્ષાઓનો જમાવડો થવા લાગ્યો. આમ, વિશાળ માર્કેટમાં પણ ૮૦૦૦ જેટલા લોકોની સતત અવર જ્વર થવા લાગી જેના કારણે સમસ્યા ઉભી થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube