ઝી ન્યૂઝ/અમદાવાદ: AAPમાં આંતરિક વિખવાદ અને હોદ્દા પગલે થયેલી નારાજગીમાં પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકતાઓમાં ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) માંથી રાજીનામું આપનારા કલાકાર વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી છે અને તેમાં મોટા નિવેદન આપ્યા છે. આગામી દિવસોમાં હજી કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડે એવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ લડાઈ છે બીજા સ્વરાજની કે બીજી આઝાદીની છે. આમ આદમી પાર્ટીની શરૂઆત દિલ્હીથી થઈ છે, કામની રાજનીતિ સિવાલ આમ આદમી પાર્ટી કશું આવડતું નથી. ન રાજકારણ અમને આવડે છે કે ભવિષ્યમાં આવડશે. અમે રાજનીતિના માણસો નથી. એટલે જ અમે કહીએ છીએ કે અમે રાજનીતિને બદલવા આવ્યા છીએ. આજે 50 લાખ યુવાનો છે, તેઓ તો આંદોલન કરવાના નથી, તેમના માતા પિતા પણ નથી કરવાના.. જે પણ યુવાનોના દિકરા દીકરીઓ ભણે છે તેમના માતા પિતાને ચિંતા થાય છે કે ભાજપ પેપર ફોડી પેપર ખોર પાર્ટી છે. પોતાના લોકોને મીલીભગતથી ચઢાવે છે. 


તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં 5 મોટા પેપર ફોડ્યા છે. અને કોઈ મોટી માછલી પકડાઈ નથી. જેના કારણે અમારી પાર્ટીના સિમ્બોલિક તરીકે અમારી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ કમલમમાં જવું પડ્યું હતું. તો ત્યાં અમારી સાથે શું શું કર્યું તે તો બધાને ખબર જ છે. જેલ મોકલી દીધા,  આજ સુધીનો ઈતિહાસ છે કે વિરોધ કરવા ગયો હોય અને તેને જેલમાં નાંખી દીધો હોય. અમારા દરેક કાર્યકરોને ડરાવવા, ધમકાવવા અને ખોટી રીતે ફસાવવાની કોશિશ કરી છે. અમે ગુજરાતની જનતાને કહીએ છીએ કે  અમે લડીશું, પરંતુ તમારો સાથ એટલો જરૂરી છે. અમે તમારા માટે લડવા નીકળ્યા છીએ. અમે એવું પણ નથી કહેતા કે તમે રસ્તા પર આવો, પરંતુ મતદાનનો દિવસ  આવે ત્યારે એટલું યાદ રાખજો કે તમારા માટે કોણ લડતું હતું.


જાણો સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું?



 


તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં ભાજપે અમારા કોર્પોરેટરોને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. હું હજું પણ મા મોગલના સોગંદ ખવ છું, મારા પ્રાણના સોગંદ ખવ છું કે મેં દારૂ નથી પીધો. છતાં તમે મને બદનામ કર્યો. મારુ હૈયું ભરાઈ આવ્યું છે. અમારી પાર્ટી છોડનારા બંને નેતાઓનો આ વ્યક્તિગત નિર્ણય છે. હું સ્પષ્ટ પણે માનું છું કે, ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી છે. હવે અમે બમણો સંઘર્ષ કરીશું અને લડાઈ લડીશું. આમ આદમી પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે. ઘણા આવશે અને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશે.


સુવાળા અને સવાણીના રાજીનામાની હેટ્રિક બાદ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પાર્ટીમાં તો બધા આવતા અને જતા રહેતા હોય છે. કેટલાકને શ્વાસ ચઢે છે, કેટલાકની તબિયત ખરાબ થાય છે. અમારા કાર્યકર્તાઓને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવી છે. અમારા બે સાથી મિત્રો ગયા એ તેમનો વ્યક્તિગત નિર્ણય હશે. એ બંને ક્રાંતિવીરોની મહેનતનો આભાર વ્યક્ત કરીએ છીએ. ભાજપની ટેકનિક છે રૂપિયાથી ખરીદી લે છે. ભૂતકાળમાં ભાજપે અમારા કોર્પોરેટરોને પ્રલોભન આપ્યાં છે. તમે સાથ આપજો નહીં તો ઇતિહાસ માફ નહીં કરે. આજે મારું હૈયું ભરાઇ ગયું છે.


તેમણે ઉમેર્યું હતું કે, અમે બંને નેતાઓનો આભાર માનીએ છીએ. ભાજપે પ્રજાને કહેવું છે કે ભાજપે 6000 સ્કૂલો બંધ કરી છે. પેપર ફોડ કૌભાંડ થયું અને હજી પણ આસીત વોરાનું રાજીનામું ન લેવાયું. અમારી લડાઈ પરિવર્તન લાવવાની છે. હવે લડાઈ પરિવર્તન માટે બધા લોકો જોડાઈ ગયા છે. 10 લાખથી વધારે જોડાયા છે. તેમાં કેટલાયે લોકો આવ્યા છે. આજે મારે દુખ સાથે કહેવું પડે છે કે અમારા બન્ને સાથી મિત્રોએ પાર્ટી છોડવાનું નક્કી કર્યું, તે તેમના વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે. પરંતુ તે બન્ને ક્રાંતિવીરોએ સમય આપ્યો છે, સાથ આપ્યો છે. તન, મન અને ધનથી પાર્ટીમાં ખુબ મહેનત કરી છે. તેમને લાખ લાખ શુક્રિયા અદા કરીએ છીએ. 


તેમણે જણાવ્યું કે, દારૂનો આરોપ કર્તા શૂટર સસ્તા મળે છે મને ગોળીઓ મરાવી દો. પેપર ફોળના અમારા ખુલાસાથી ભાજપ ડરી ગઈ છે. તે જાણે છે કે અમે એક દિવસે તળિયા સુધી જઈશું, પરંતુ એક વાત ફાઈનલ છે કે મરીશું ત્યાં સુધી લડીશું. ઇસુદાન ગઢવી એટલે સુધી બોલી ગયા કે, પાંચ પાંચ લાખમાં શૂટરો મળે છે , મને મરાવી નાંખો. તેમણે તો એવો પણ દાવો કર્યો કે, ભાજપના કેટલાક નેતાઓએ મને કહ્યું કે, ઇસુદાનભાઈ હિંમત ન હારતા.


તેમણે ઉમેર્યું હતું કે, મહેશભાઈ સવાણીએ સાવરકુંડલામાં આઇસોલેશન શરૂ કરાવ્યું હતું અને ભાજપે આ આઇસોલેશન બંધ કરાવ્યું હતું. 5 હજાર ઈન્જેકશન પાટીલ ભાઉ લઇ ગયાં હતાં. આ ગુનેગારો સામે લડવાની આ નેમ છે. ભાજપ અમારા નેતાઓને તોડશે એટલું નુકસાન ભાજપને જ નડશે. ડેમેજ કંટ્રોલ કરવા બાબતે ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે આમ આદમીના કાર્યકર્તાઓને કહીશું કે તમે હિંમત રાખો. પહેલી ગોળી અમે ખાઈશું. તમે આમ આદમીમાં રહો, ટાઇગર અભી જીંદા હે. ભાજપમાં પણ ભડકો છે, વિજયભાઈ અને સી આર પાટીલ વચ્ચે લડાઈ ચાલું જ છે અને તેના કારણે વિજયભાઈને ઘરે બેસાડી દીધા, એટલું જ નહીં ભાજપમાં એવા બીજા ઘણા નેતાને ઘરે બેસાડ્યા છે.


ઈસુદાન ગઢવીએ આડકતરી રીતે પ્રહારો કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે. ઘણા આવશે અને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશે. આમ આદમી પાર્ટીની સરકાર હશે અને ભાજપ વિરોધ માટે આવશે તો અમે ચા પીવડાવીશું અને સાંભળીશું. ભાજપ બધાને પ્રલોભનો આપે છે. પરંતુ એક વાત જાણી લેજો કે જાન્યુઆરી 2023માં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા/નેતા શપથ લેશે. આ સંઘર્ષનો રસ્તો છે. પરંતુ ભાજપ યાદ રાખે અમે સત્યના રસ્તે ચાલીએ છીએ. 


સુવાળા અને સવાણીએ આપમાંથી રાજીનામું આપતાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, લોકો સાથ નહીં આપે તો અમારું શું જવાનું છું, સરકાર નહીં બને બીજું શું થશે.


યુવરાજસિંહ જાડેજા પર ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, યુવરાજસિંહ વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવે છે અને ઉઠાવશે. યુવરાજસિંહ જો આપના નેતા તરીકે જાય તો સરકાર ન સાંભળે'...એટલા માટે જ વિદ્યાર્થી નેતા તરીકે અમે આગળ કરીએ છીએ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube