અમદાવાદઃ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં ફૈજાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરતા ગુજરાતમાં પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાને લઈને જુદી-જુદી પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાક લોકો નામ બદલવાની તરફેણમાં છે તો ઘણા લોકો તેની વિરોધમાં પણ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ આ અંગે નિવેદન આપી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો હવે આ નામકરણનો મુદ્દો ટ્વીટરમાં પણ પહોંચી ગયો છે. હાલમાં સોશિયલ મીડિયા પર અમદાવાદ વિરુદ્ધ કર્ણાવતીને લઈને ટ્રેન્ડીંગ ચાલી રહ્યું છે. આજે ભારતભરમાં  #ISupportKarnavati નંબર-1 પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. અત્યાર સુધી તેમાં 20 હજાર કરતા વધુ ટ્વીટ થયા છે. 


અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ દેશભરમાં પહોંચી ગયો છે. આજે ટ્વીટર પર #ISupportKarnavati નંબર વન પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. લોકો તેમાં ટ્વીટ કરીને પોતાનો મત જણાવી રહ્યાં છે. અત્યાર સુધી 20 હજાર કરતા વધુ લોકોએ ટ્વીટ કર્યાં છે.