ગૌરવ દવે/રાજકોટ: રાજકોટનાં ગેમઝોન આગકાંડ બાદ ફાયર એન.ઓ.સી. મામલે રાજકોટ મહાનગપાલીકામાં દીવા તળે અંધારુ જેવી સ્થિતી સર્જાય છે. શહેરમાં મિલકતોને ધડાધડ સીલ મારી રહેલી રાજકોટ મહાનગરપાલિકા પાસે જ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલીકાની 680 મિલ્કતોમાં સરવે કરવામાં આવ્યો હતો. તેમાંથી મનપા કચેરીની ખુદની 136 મિલકતો પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની 3 ઝોનલ કચેરી, 5 સિવિક સેન્ટર, 18 આરોગ્ય કેન્દ્ર, લાઇબ્રેરી સહિત 136 મિલ્કતો પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. જોકે રાજકોટ મહાનગરપાલીકા એનઓસી નહિં કઢાવે તો કચેરીને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સીલ કરવાની ચિમકી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી આગાહી વાંચી હચમચી જશો! આ તારીખથી સક્રિય થશે ચોમાસું, આવી શકે છે આફતનો વરસાદ!


રાજકોટના ટીઆરપી ગેમઝોનની ગોઝારી ઘટના બાદ રાજકોટ મહાનગરપાલીકા સફાળું જાગ્યું હતું. ગુજરાત હાઇકોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢ્યા બાદ ફાયર સેફ્ટીનાં કાયદાનું કડક અમલવારી કરાવવાની શરૂઆત કરવામાં આવી. ખાનગી શાળાઓ, પ્રિ-સ્કુલ, મોલ, સિનેમાગૃહો, કોમર્શિયલ બિલ્ડીંગો, વેપારીઓની દુકાનો ધડાધડ સીલ કરવામાં આવી. 250 કરતા વધુ મિલ્કતો સીલ કરવામાં આવતા વેપારીઓમાં ઓહાપોહ મચી ગયો. છે. મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા રાજકોટ શહેર ભાજપનાં પદાધીકારીઓ ડેલીગેશન સાથે દોડી ગયા હતા. 


જોકે નવાઇની વાત તો એ હતી કે, રાજકોટ મહાનગરપાલીકા લોકોનાં એકમો સીલ કરવામાં પોતાની શું હાલત છે તે જોવાનું ભૂલી ગઇ હતી. જોકે રાજકોટ મહાનગરપાલીકાએ સરકારી કચેરીઓનું સરવે કરવાનું શરૂ કર્યું તેમાં 680 સરકારી કચેરીઓમાંથી રાજકોટ મહાનગરપાલીકાની 136 કચેરીઓ પાસે ફાયર એનઓસી ન હોવાનો ચોંકાવનારી બેદરકારી સામે આવી હતી. 


ઓપરેશન જિંદગી; અમરેલીના સુરાગપુરમાં ખુલ્લા બોરવેલમાં પડી બાળકી, રેસ્ક્યૂ શરૂ


રાજકોટ મહાનગરપાલીકાનાં સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ, રાજકોટ મહાનગરપાલીકા એન.ઓ.સી. લેવાને પાત્ર હોવા છતા ત્યાં એન.ઓ.સી. નહિ લેવાયાની ચોકાવનારી સરવે સામે આવ્યો છે. ૨૦૨૩ના કાયદા પ્રમાણે મનપાની ત્રણે મુખ્ય કચેરીઓમાં પણ ફાયર એન.ઓ.સી. જરૂરી બને છે. તેમ છતાં દિવા તળે અંધારા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય મુખ્ય ઝોનલ કચેરી, 5 સિવિક સેન્ટર, 18 આરોગ્ય કેન્દ્ર, લાઇબ્રેરી સહિત 136 મિલ્કતો પાસે ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું છે. 


આ ઉપરાંત લાઈબ્રેરીઓ,નાગરિક સુવિધા કેન્દ્ર, શિક્ષણ સમિતિની ૨૫ શાળાઓ, ૩ હાઈસ્કૂલો પણ એન.ઓ.સી.ને પાત્ર બને છે. હાલ આ કોઈ સ્થળે એન.ઓ.સી. લેવામાં આવી નથી. મનપાએ આગકાંડ થયા સરકારે મિલકતો સીલ મારવા આદેશ કર્યા બાદ પોતાની મિલકતોમાં છેલ્લા પાંચ દિવસથી સર્વે હાથ ધર્યો હતો અને તેમાં 136 મિલકતોમાં એન.ઓ.સી. જરૂરી બની હતી. આગકાંડ બાદ મનપાએ 120 સ્કૂલો, 68 હોસ્પિટલો સહીત 600 થી વધુ મિલકતોને સીલ મારી દીધા છે અને આ સીલ ખોલવાની હવે પ્રક્રિયા પણ શરૂ થઈ છે ત્યારે મનપાની ખુદની 680 મિલકતો પૈકી 136 મિલકતો મનપાના જ નિયમો પ્રમાણે ફાયર એન.ઓ.સી.ને પાત્ર છે આમ છતા બેદરકારી દાખવીને અત્યાર સુધીમાં એનઓસી લેવામાં આવી નથી. 


આવાસ યોજનામાં હિન્દુઓની વસ્તી વચ્ચે મુસ્લિમ મહિલાને ફ્લેટ ફાળવાયો, સ્થાનિકોનો વિરોધ


તો બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશ્નરને આવેદન પત્ર આપી ફાયર એનઓસી લેવા રજૂઆત કરાવમાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસનાં પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલીકા પાસે જ ફાયર સેફ્ટીનાં સાધનો નથી અને ફાયર એનઓસી પણ નથી. તો રાજકોટ મહાનગરપાલીકા જેવી રીતે શહેરમાં સીલ કરે છે તેવી જ રીતે પોતાની કચેરી સીલ કરે. જો રાજકોટ મહાનગરપાલીકા સીલ નહિં કરે તો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલીકાને સીલ કરવાની ચિમકી આપી હતી. 


જોકે મ્યુ. કમિશ્નરે કોંગ્રેસને કહ્યું હતું કે, વ્યવસાયીક એકમો પોતાનાં અંગત સ્વાર્થ માટે કામ કરતા હોવાથી સીલ કરી શકાય છે જ્યારે સરકારી કચેરીઓ જાહેરહિતમાં કામ કરતી હોવાથી સીલ ન કરી શકાય. જોકે રાજકોટ મહાનગરપાલીકા પાસે ફાયર એનઓસી ન હોવાથી રાજકોટ આમ આદમી પાર્ટીએ તો રાજકોટ મહાનગરપાલીકા કચેરીનો ઘેરાવ કર્યો અને રસ્તા પર ઉતરી રસ્તા ચક્કાજામ કરતા અટકાયત કરવામાં આવી હતી.


ફરી એકવાર ગુજરાત મોડલ બન્યું નંબર વન, આ રીતે સરકારને મળી ‘ઝીરો કેઝ્યુલ્ટી’ સફળતા


રાજકોટ મહાનગરપાલીકા ખુદ 2023નો ફાયર સેફ્ટીનો કાયદો ભૂલી ગઇ અને પોતાની જ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીને લઇને બેદરકારી દાખવી. જોકે હવે રાજકોટ મહાનગરપાલીકાએ ફાયર એનઓસી માટે અધીકારીઓને દોડતા કરી દીધા છે. તાત્કાલિક ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવા સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે. જ્યાં લોકોની અવર જવર વધુ પ્રમાણમાં રહેતી હોય ત્યારે ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી જરૂરી છે. તેમ છતાં તંત્ર બેદરકાર રહ્યું હતું. તેના માટે કોણ જવાબદાર તે સવાલ થઇ રહ્યો છે.