દમણ : લોન લેવા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કોઈ અજાણી વેબસાઈટ કે ફોન નંબર મળે તો સાવધાન થઈ જજો. કારણ કે નેટ પર ઉપલબ્ધ આવી અજાણી વેબસાઈટ કે ફોન નંબર પર વિશ્વાસ મુકવો ક્યારેક આપને ભારે પણ પડી શકે છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં એક વ્યક્તિએ લોન લેવા ઇન્ટરનેટ પર પોતાનો સિવિલ સ્કોર જાણવા પ્રયાસ કર્યો હતો. જે દરમ્યાન મળેલ આ ફોન નંબર પર સંપર્ક કરવો વ્યક્તિને ભારે પડ્યો છે. ફોન પર સંપર્ક કરતાં જ તેમના ખાતામાંથી ગણતરીની મિનિટોમાં જ સાડા ત્રણ લાખથી વધુની રકમ ઉપડી ગઈ હતી. જોકે દમણ પોલીસે મૂળ ઝારખંડની સાઇબર ક્રાઇમ ગેંગના ચાર સાગરીતોને પશ્ચિમ બંગાળના કલકત્તાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. સાથે જ પોલીસે આ ગેંગ પાસેથી અનેક મોબાઈલો, રોકડ રકમ અને અનેક સીમ કાર્ડ પણ મળી આવ્યા છે. ઼


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણની શુરપણખા: પ્રોપર્ટી માટે પોતાના ભાઇ, ભાભી અને ફુલ જેવી ભત્રીજીને વધેરી નાખી


દમણના એક વ્યક્તિએ દમણ પોલીસનો સંપર્ક કરી અને તેમના ખાતામાંથી 3 લાખ 60 હજાર થી વધુની રકમ ઉપડી ગઈ હોય તેવી ફરિયાદ કરી હતી. પરિસ્થિતિ પારખી ગયેલી દમણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભોગ બનેલ વ્યક્તિનું જે બેંકમાં એકાઉન્ટ હતું તે બેંકનો સંપર્ક કરી પેમેન્ટ અટકાવ્યું હતું. સાથે જ પોલીસે પૂછપરછમાં બહાર આવ્યું કે, ભોગ બનેલ વ્યક્તિએ લોન લેવા માટે ઇન્ટરનેટ પર પોતાનો સિબીલ સ્કોર શોધી રહ્યા હતા.એ વખતે જ એક અજાણ્યા નંબર ફ્લેશ થયો હતો. તેના ઉપર તેઓએ સંપર્ક કરતાં થોડી જ વારમાં સામેથી અજાણ્યા વ્યક્તિએ ફોન પર સંપર્ક કરી અને તેમને સિબીલ સ્કોર જાણવામાં મદદ કરવાની લાલચ આપી એની ડેસ્ક નામનું એક સોફ્ટવેર ડાઉનલોડ કરાવ્યું હતું. 


વેરાવળમાં બાંદ્રા- સોમનાથ ટ્રેનમાંથી મળી આવ્યો મૃતદેહ, તંત્રના વાંકે રઝળતો રહ્યો દેહ


જેને ડાઉનલોડ કરતાં ગણતરીની મિનિટોમાં જ તેમના બેંકના ખાતામાંથી 3 લાખ 60 હજારની રકમ ઉપડી ગઈ હતી. જેની જાણ થતાં જ તેઓ તાત્કાલિક દમણ પોલીસનો સંપર્ક કર્યો હતો. દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સાયબર ક્રાઇમની ટીમના સતત પ્રયાસ બાદ દમણ પોલીસની ટીમ પશ્ચિમ બંગાલ પહોંચી હતી. જ્યાં તેઓએ કલકત્તા નજીકના એક વિસ્તારમાં 600 મીટર ના વિસ્તાર ખૂંદી વળી હતી.. જ અંતે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.


GUJARAT CORONA UPDATE: નવા 9 કેસ, રાજ્ય વેન્ટિલેટર મુક્ત થયું, માત્ર 67 કેસ એક્ટિવ


દમણ પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ભોગ બનેલ વ્યક્તિના બેંકના એકાઉન્ટમાંથી ભેજાબાજોએ ફ્લિપકાર્ટ અને અન્ય શોપિંગ એપ્લિકેશનના માધ્યમથી મોટી ખરીદી કરી હતી. તેના આધારે પોલીસ આરોપીઓને સંપર્ક કરવા પ્રયાસ શરૂ કર્યા હતા. પરંતુ આ શાતીર અપરાધીઓ એટલા ચાલાક હતા કે તેઓ સતત પોતાનું લોકેશન બદલતા રહેતા હતા. પરંતુ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ચારેય આરોપીઓ મૂળ ઝારખંડના દેવગઢ જિલ્લાના આજુબાજુનાજ ગામના રહેવાસીઓ છે. તેમની પાસેથી પોલીસે 14 મોબાઈલ, એક લેપટોપ અને 36 એક્ટિવ સીમ કાર્ડ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. દમણ પોલીસ ચારેય આરોપીઓને દમણ લાવી તેમની આગવી ઢબે પુછપરછ શરૂ કરી છે.અને અત્યાર સુધીની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.


આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ જ નહી આવે! સરકારની એક ભુલના કારણે પરિણામ નહી આવે


ઝડપાયેલા આરોપીઓ...
1 સેમરુંલ અન્સારી
2 ,સમીમ અન્સારી
3,મોહમ્મદ જીયોલ અન્સારી
4, મોહમ્મદ મહતાવ અન્સારી નો સમાવેશ થાય છે. 


બિહાર, ઝારખંડ અને હવે પશ્ચિમ બંગાળમાં આ રીતે અનેક ગેંગના નેટવર્ક ફેલાયેલા છે. જે દિવસ હોય કે રાત દેશભરના મોબાઈલ ગ્રાહકની વિવિધ સ્કીમ અને લાલચ આપી લોકોના ખાતા ખાલી કરી રહયા છે. આ મામલામાં પણ આ ગેંગ મૂળ ઝારખંડના છે. જો કે પોતાની લોકેશન સતત બદલતા હોય છે અને આ વખતે તો આરોપીઓ રાજ્ય બહાર પશ્ચિમ બંગાળમાં જઈ પોતાની ગેંગ ઓપરેટ કરી સમગ્ર દેશના લોકોને પોતનું ટાર્ગેટ બનાવતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube