Cyclone Biparjoy Effect: સૌરાષ્ટ્ર કચ્છને ઘમરોળ્યા બાદ હવે બિપરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાતના જિલ્લાઓને ઘમરોળી રહ્યું છે. એવી જણાઈ રહ્યું છે કે વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ પર ત્રાટક્યું ભલે હોય પરંતુ એની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. બનાસકાંઠામાં ભારે પવન અને વરસાદના કારણે હાઈવેને મોટું નુકસાન પહોંચ્યું છે અનેક વાહનો અટવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં ટાંટિયાખેંચ ચાલુ! શક્તિસિંહના પદગ્રહણ સામે ભરતસિંહ સોલંકીનો ધ્વજારોહણ...


પાલનપુર-આબુ હાઈવે પર પાણી ભરાયા ગયા છે. જેના લીધે હાઈ-વે પર પાણી ભરાતા અવર-જવર બંધ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ હોવાના કારણે આબુ ગયેલા લોકો ભરાઇ પડ્યાં છે અને તેમની આબુમાં જ રહેવાની સ્થિતિ ઉદ્દભવી છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. પાણી ભરાતા હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરાયો.


અમદાવાદીઓ રથયાત્રાના દિવસે આ રસ્તાઓ પરથી ન નીકળતા, નહિ તો પસ્તાશો


બિપરજોય વાવાઝોડું ગુજરાતથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું હોવાથી તેની અસર ઉત્તર ગુજરાતના શહેરો પર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. અનરાધાર વરસાદના કારણે સાબરકાંઠામાં રસ્તાઓ નદી બની ગયા છે. લોકો માટે ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. પાટણના ચારણકા ગામે બનાવવામાં આવેલો એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ તબાહ થઈ ગયો છે. 


સફેદ વાળને 7 દિવસમાં કાળા કરશે ડુંગળીની છાલનું હેર માસ્ક, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


સોલર પેનલ તૂટી જતા કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે. તો બીજી તરફ મહેસાણામાં પણ રસ્તાઓ પાણી પાણી થઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. બનાસકાંઠામાં હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા. અરવલ્લીમાં સતત ભારે પવન સાથે વરસાદ પડ્યો. બીજી તરફ ભારે પવનથી સુઈગામ ખાતે પેટ્રોલપંપને પણ નુકસાન પહોંચ્યું છે. સતત આખી રાત વરસાદ વરસવાના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે એટલું જ નહીં ખેતર અને મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે.. જ્યારે કેટલીક જગ્યાઓએ પતરાંના શેડ પણ તૂટ્યા છે..


Shehbaz Sharif: પાકિસ્તાનમાં ફરી થશે સત્તા પરિવર્તન? ખુરશી છોડી શકે છે શાહબાઝ શરીફ 


બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે કાલ રાતથી બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેના લીધે સમગ્ર જિલ્લામાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. બનાસકાંઠાના કાંકરેજના પાદરડી ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધાનેરા તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ભારે પવનથી વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. બિપોરજોય વાવાઝોડાની અસર હજુ પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે. 


'કાળા માથાના માનવી હવે બસ કર'! કેવા કરે છે કાંડ! પંચમહાલમાંથી ઝડપાયું મોટું કૌભાંડ