વડોદરા : રાજ્યમાં લવ જેહાદના વધી રહેલા કિસ્સાને પગલે લવ જેહાદ અંગેનો કડક કાયદો બને તેવી લોકોની અને વિવિધ ધારાસભ્યોની માંગણી છે. આ અંગે ભાજપનાં પ્રદેશ પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું કે, કોઇ પણ દિકરીને ભોળવવાનો પ્રયાસ થાય તો કાયદાકીય પગલા લેવાવા જરૂરી છે.આ અગાઉ ભાજપનાં ધારાસભ્યો અને સાંસદો પણ આ કાયદો આવે તેવી માંગણી કરી ચુક્યા છે. આ અંગે સવાલ પુછાતા પાટીલે જણાવ્યું કે, હું આ કાયદો આવે તે અંગે સંમત છું. હાલમાં જ વડોદરામાં હિન્દુ યુવતીનું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ યુવાને નિકાહ કરતા વિવાદ પેદા થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેડૂતો કરતા હતા કરોડોની કમાણી, જોકે કમોસમી વરસાદે તેમની કમર ભાંગી નાખી

જો કે સી.આર પાટીલે આડકતરો ઇશારો કરતા હોય તે પ્રકારે જણાવ્યું કે, એકાદ ધારાસભ્યનાં પત્રથી કોઇ ફરક પડે નહી. તમામની સંમતી પણ જરૂરી છે. છતા લવ જેહાદના બનાવો પર અંકુશ લાવવા માટે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર વડોદરા આવેલા સી.આર પાટીલનું શહેર ભાજપ યુવામોરચા અને યશ ગૃપ દ્વારા સમા ખાતેની શાળામાં 95 કિલો લોહીથી રક્ત તુલા કરવામાં આવી હતી. 


રામ મંદિરમાં 1000 વર્ષ સુધી કાંકરી પણ ન ખરે તેવું માળખું બનાવશે સુરતની કમિટી

જો કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ તમામ સીટો જીતશે તેવો વિશ્વાસ સી.આર પાટીલે વ્યક્ત કર્યો હતો. 2022ની આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ભવ્ય જીત પ્રાપ્ત કરશે તેવો તેમને મત પ્રગટ કર્યો હતો. સી.આર પાટીલે લક્ષ્મી વિલાસ પેલેસની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે દરેક જિલ્લામાં 24 કલાક રોકાઇને તમામ કાર્યકરોને મળવા અંગેનો એક નવા પ્રકલ્પની શરૂઆતની જાહેરાત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube