વડોદરાઃ નોટબંધી સમયે મોટા પ્રમાણમાં જંગી રોકડ રકમ જમા કરાવવા બદલ નોટીસ પાઠવવામાં આવી છે. વડોદરાના અલકાપુરી સ્થિત દામોદરદાસ જવેલર્સના માલિકને રૂ. 35 કરોડની નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે એક બિલ્ડૅરને 21 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે. જેને પગલે નોટબંધીનો ફાયદો ઉઠાવનારાઓમાં ભય પ્રસરી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટબંધી વખતે મોટા પ્રમાણમાં વ્યવહારો કરનારાઓ જવેલર્સ, બિલ્ડર, પેટ્રોલપંપના સંચાલકો, રેસ્ટોરન્ટના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. રાજ્યમાં ત્રીજા સૌથી મોટા રોકડ વ્યવહાર સાથે સંકળાયેલા વડોદરાના અલકાપુરી સ્થિત દુકાન ધરાવતા જાણીતા જ્વેલર સામે 35 કરોડની ડિમાન્ડ નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube