અમદાવાદ : હાલમાં દેશની જાણીતી જવેલરી શોપ ચેઇન જોયાલુક્કાસના ચેન્નાઈ ખાતેના શો-રૂમ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રેઇડ પડી હતી. ચેન્નાઇ પછી હવે આઇટી ડિપાર્ટમેન્ટે એના ગુજરાતના શો-રૂમ પર દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સપાટો
ગુજરાતમાં દેશની પ્રતિષ્ઠિત જ્વેલરી શોપ ચેઈન જોયાલુક્કાસ જ્વેલર્સ પર આજ વહેલી સવારથી આઈટી ડિપાર્ટમેન્ટના દરોડા પડ્યા છે. બુધવારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે આવેલા શો-રૂમમાં આઈટી વિભાગે દરોડા કર્યા છે. આ દરોડા પછી પછી જવેલરી શોપ ચેઇનના મોટાપાયે થયેલા નાણાકીય વ્યવહારોની ચોંકાવનારી વિગતો સામે આવે એવી શક્યતા છે.



ચેન્નાઇની અસર
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જોયાલુક્કાસના ચેન્નાઇના શો રૂમમાં સર્વે હાથ ધરાયો હતો જેની કડીઓ ગુજરાત સાથે જોડાઈ હતી. આ સંજોગોમાં ગુજરાતભરમાં આવેલા કંપનીના શો રૂમમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી પછી મોટાભાગના જવેલર્સ મોડી રાત સુધી કાર્યરત રહ્યા હતા અને આ સમયે જ શંકાસ્પદ કાળું નાણું સોનામાં ફેરવાયું હોવાની ચર્ચા છે. 


ગુજરાત ટાર્ગેટ પર 
રાજકોટમાં સવારથી જ યાજ્ઞિક રોડ પર આવેલા જોયાલુક્કાસના શો રૂમમાં આઈટીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય વડોદરા અલકાપુરી ખાતે આવેલા શો રૂમમાં પણ તપાસ ચાલી રહી છે. આ સિવાય અમદાવાદના પરિમલ ગાર્ડન વિસ્તારમાં આવેલા શો રૂમ પર પણ કાર્યવાહી થઈ છે. દરોડા બાદ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વ્યવહારો અને કાળું નાણું બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.