Gujarat Politics : આપ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં આજે 2 બેઠકો આપને ફાળે ગઈ છે. આપે એડવાન્સમાં ભરૂચ અને ભાવનગર બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ચૈતર ભલે અહીં મોદીને હરાવવા ના દાવા કરી રહ્યાં હોય પણ અહીં ચૈતર માટે પણ જીતવું સરળ નથી. અહેમદ પટેલના પરિવારને સાઈડલાઈન કરી કોંગ્રેસે ગઠબંધન ધર્મ નિભાવ્યો છે પણ સ્થાનિક કોંગ્રેસ હવે આપને કેટલો સપોર્ટ કરે છે એ સૌથી મોટો સવાલ છે. અહીં આપ કરતાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે. વિધાનસભાની 7 સીટ ધરાવતી આ લોકસભા બેઠકમાં 6 સીટ ભાજપ પાસે છે અને 35 વર્ષથી આ સીટ ભાજપનો ગઢ રહી છે. અહેમદ પટેલે પણ આ સીટને જીતવા માટે મરણિયા પ્રયાસો કર્યા છે પણ આદીવાસી પ્રભુત્વ ધરાવતી આ બેઠક ભાજપના કબજામાં રહી છે. આપ માટે આ બેઠક જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. કોંગ્રેસનો સપોર્ટ મળવો આ બેઠક પર અઘરો છે. અહીં લઘુમતિ સમાજ અહેમદ પટેલના પરિવારને સપોર્ટ કરતો આવ્યો છે. કોંગ્રેસે આ પરિવારની અવગણના કરી છે. ચૈતર માત્ર ડેડિયાપાડાના ભરોસે ભરૂચ બેઠક જીતવાના દાવા કરી રહ્યાં છે પણ આ સરળ નથી. હવે આ બેઠક પર કેવા સમીકરમો રચાય છે એ તો આગામી સમય જ બતાવશે પણ મનસુખ વસાવા ચૂંટમી નહીં લડે એ ફાયનલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ 35 વર્ષથી સત્તામાં છે
ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. પાર્ટી છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત છઠ્ઠી વખત સાંસદ છે. હવે અહેમદ પટેલના સંતાનોને સાઈડલાઈન કરી કોંગ્રેસે આ બેઠક આપને આપી દીધી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યાં મુમતાઝ પટેલે અને ફૈઝલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓએ પ્રચાર પણ શરૂ કર્યો હતો પણ હવે આ સીટ આપને ફાળે ગઈ છે. સ્થાનિક કોંગ્રેસે પણ આ સીટ આપને ન સોંપવા કરેલી રજૂઆતોને સાઈડલાઈન કરી છે. હવે સવાલ એ છે કે સ્થાનિક કોંગ્રેસ અને અહેમદ પટેલનો પરિવાર આ સીટ પર આપને મદદ કરશે કે કેમ? સ્થાનિક કોંગ્રેસને આપને મદદરૂપ ના થાય તો આ સીટ પર ગઠબંધનનો કોઈ મતલબ નથી. ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનો કબજો છે. વરિષ્ઠ આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સાંસદ છે. આ બેઠક હવે આમ આદમી પાર્ટીને આ ભેટમાં ધરી દેવાઈ છે. આપના સંદીપ પાઠકે એડવાન્સમાં જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં પહેલી લોકસભા બેઠક ભાજપ ચૈતર વસાવા સામે હારી રહી છે. ભાજપ માટે પણ આ નાકનો સવાલ છે. 


પાટીલનો જીતનો હુંકાર : આંધળા-લંગડાનુ ગઠબંધન છે, બે ભેગા થઈને પણ ભાજપને નહિ હરાવી શકે


26 માંથી આ 4 બેઠકો ભાજપને પરસેવો પડાવી શકે છે, કાચું કપાયું તો બેઠક ગઈ સમજો