બ્રિજેશ દોષી/ અમદાવાદઃ ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા  એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. કર્ણાવતી યુનિવર્સીટીમાં યુથ પાર્લામેન્ટના ઉદ્ઘાટન માટે અમદાવાદ આવેલા જે.પી. નડ્ડા સંબોધન કર્યા પછી સીધા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમની સાથે બેઠક કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી સાથે મુલાકાત પછી જે.પી. નડ્ડા ભોજન માટે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ત્યાં પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રદેશના મુખ્ય નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સાથે સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રવક્તા ભરત પંડ્યા હાજર રહ્યા હતા. ભોજન બાદની રાજકીય બેઠકમાં સ્થાનિક સંગઠન અને વર્તમાન રાજકિય પરિસ્થિતિ ને લઈને ચર્ચા કરવામાં આવી હતી.


હવે, આગામી દિવસોમાં સંગઠન સંરચના પૂર્ણ કરવા તરફ ભાજપ આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપના સંગઠનની ચર્ચા પણ થઈ હતી. ડિસેમ્બર મહિનામાં ભાજપના પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જોકે આ બેઠકમાં અચાનક નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને પણ તેડું આવ્યું હતું. એનેક્ષી ખાતે ખેડૂતો અંગેની જાહેરાત કરી રહ્યા હતા ત્યાં જ ફોન આવતા નાયબ મુખ્યમંત્રી પણ કાર્યકારી અધ્યક્ષને મળવા ગાંધીનગર દોડ્યા હતા. જ્યાં કૃષિ મંત્રી આર સી ફળદુ પણ હાજર હતા.


[[{"fid":"242454","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ સાથેની બેઠક બાદ જે.પી.નડ્ડા દિલ્લી જવા રવાના થયા હતા. ભાજપના નેતાઓ હાલ આ બેઠકને સામાન્ય બેઠક ગણાવી રહ્યા છે, પરંતુ કાર્યકારી અધ્યક્ષની મુખ્યમંત્રી સાથેની શુભેચ્છા મુલાકાત બાદ પ્રદેશના નેતાઓ સાથેની બેઠક આગામી દિવસોમાં સંગઠનમાં આવી રહેલા ફેરફારો તરફ દિશા નિર્દેશ કરી રહ્યા છે. 


સચિવાલયના સેક્શન અધિકારીને રંગરેલિયા મનાવતા પત્નીએ રંગેહાથ ઝડપ્યા


આવતીકાલે સંગઠન મહામંત્રી વી સતીષ પણ ગુજરાતના પ્રવાસે છે જેમાં તેઓ પ્રદેશના મુખ્ય આગેવાનો અને ઝોનના નિરીક્ષકો સાથે બેઠક કરશે જેમાં 41 જિલ્લા-શહેર પ્રમુખોના નામ પર મહોર લાગી શકે છે.


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....