સાળંગપુર વિવાદ અંગે દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે શું કહ્યું?
સીધી વાત તેમાં એ છે કે, જે કારણથી વિવાદ પેદા થયો છે તે કારણને જ નષ્ટ કરવું જોઈએ. કારણ વિના તો કાર્ય થતાં નથી. પ્રત્યેક કાર્યની પાછળ કારણ હોય જ છે. તો કારણને જ અત્યારે આપણે દૂર કરી દઈએ તો આપ મેળે સમાધાન થઈ જશે.
ઝી બ્યુરો/દ્વારકા: સ્વામિનારાયણ સંપ્રદાયના સંબંધમાં તમે જે પ્રશ્ન કર્યો છે તેના માટે સમાધાનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ક્યાં-ક્યાં અને કઈ-કઈ વાતો પર સમાધાન થવું જોઈએ એના માટે અમારા આખા ગુજરાતના સંતો, મહામંડલેશ્વર, આચાર્ય મહામંડલેશ્વર અને નાના-મોટા તમામ મઠ અને આશ્રમોના જેવા કે જૂનાગઢ સહિતના સંતો-મહંતો વિચાર કરી રહ્યા છે. ઠેર ઠેર બેઠકો થઈ રહી છે.
'ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત' સામે આવ્યો પીએમ મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસનો પત્ર
સીધી વાત તેમાં એ છે કે, જે કારણથી વિવાદ પેદા થયો છે તે કારણને જ નષ્ટ કરવું જોઈએ. કારણ વિના તો કાર્ય થતાં નથી. પ્રત્યેક કાર્યની પાછળ કારણ હોય જ છે. તો કારણને જ અત્યારે આપણે દૂર કરી દઈએ તો આપ મેળે સમાધાન થઈ જશે. કાર્ય શું થઈ રહ્યું છે તેમનુ? મૂર્તિઓમાં હનુમાનજીને દાસ ગણાવી દીધા. મહાદેવને પછાડ્યા અમારા સ્વામિનારાયણ મહારાજે. મંજૂરી માગી તેમણે, તેમણે ભોજન કરાવ્યું તેમને. આ પ્રકારની વાતો કરીને એવું કહી દેવું કે આ વેદ વ્યાસજીએ લખ્યું છે. સ્કંદપુરાણમાં લખ્યું છે. તો વેદ વ્યાસજીના કયા પુરાણમાં સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ છે તે અમે જાણવા માગીએ છીએ. ક્યાંય ઉલ્લેખ નહીં મળે.
ક્યારેક કોંગ્રેસ પણ ઈચ્છતી હતી ઈન્ડિયાની જગ્યાએ ભારત, સંસદમાં રજૂ થયું હતું બિલ
ભગવાનની અને સરસ્વતીજીની કૃપાથી સમસ્ત પુરાણોનું અવલોકન કર્યું છે તેમાં ક્યાંય એવું નથી લખેલું. જે સ્કંદપુરાણની વાત તેઓ કરી રહ્યા છે તે સ્કંદપુરાણ તમારી સામે છે. જુઓ સામે જ છે. તેના પણ ફોટા લઈ લેજો. ક્યાંય પણ તમે કાઢીને બતાવી દો. બાદમાં જો કોઈએ જોડી દીધું હોય કે ઘટાડી દીધું હોય કે વિક્ષિપ્ત કરી દીધું હોય તેમાં તો અલગ વાત છે કે તેનું બાઈન્ડિંગ ખોલીને તેમાં ચોટાડી દીધું હોય તો. પરંતુ અમારાં પુસ્તકાલય એટલાં મજબૂત છે હજારો વર્ષથી, સેંકડો વર્ષોથી, આપણા ગુજરાતમાં જ વડોદરામાં MS યુનિવર્સિટીમાં ખૂબ મોટી લાયબ્રેરી છે.
ગુજરાતમાં એક એવું ગામ જ્યાં મોટાભાગના લોકો છે શિક્ષક, એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો
સો-સો, બસ્સો વર્ષ જૂના ગ્રંથ છે, તેમાં પાંડુ લિપિઓ છે. અમારે ત્યાં દ્વારકામાં પણ દ્વારકાધીશ એકેડમી છે. શંકરાચાર્યજી દ્વારા સંચાલિત. તેમાં પણ સ્કંદપુરાણ છે, બધાં પુરાણ છે. ક્યાંય પણ શબ્દ પ્રાપ્ત થતો નથી. હા, નારાયણ શબ્દ પ્રાપ્ત થાય છે, સ્વામિનારાયણ શબ્દ પ્રાપ્ત નથી થતો. તો એવી વાત ન કહેવી જોઈએ જે શબ્દનો કોઈ અર્થ ન હોય. તેનો પ્રયોગ ન કરવો જોઈએ. સમાધાન થઈ જાય તો ખૂબ સારો સંદેશો ગણાશે કે એ મૂર્તિઓને, જેની સામે આપત્તિ છે તેને દૂર કરી લેવામાં આવે.
કેવી બલિહારી! દીકરીએ પ્રેમલગ્ન કરી લેતાં પરિવારનો સામૂહિક આપઘાત, ભાઈ-પિતાનું મોત
જે ગ્રંથોમાં તેમણે પોતાનો ઈતિહાસ જોડી દીધો છે તેને અલગ કરી દેવામાં આવે અને આગળ આવું ન થાય તે માટે કોઈ કાયમી આશ્વાસન મળે કે ભવિષ્યમાં, તેમની પણ 5-6 બ્રાન્ચો છે, 5-6 શાખાઓ છે. તો સૌની સાથે સમન્વય બેસાડીને કોઈ એવો નિર્ણય લેવો જોઈએ જેથી આગળ આવું ન થાય. તેઓ પોતાની ઉપાસના પોતાની પદ્ધતિ પ્રમાણે કરે. અઢીસો-ત્રણસો વર્ષથી કરી રહ્યા છે, ક્યાં કોઈએ વાંધો ઉઠાવ્યો પરંતુ કોઈ દેવી-દેવતાનું અપમાન કરીને તમે તમારા સંપ્રદાયની ઉન્નતિ ન કરી શકો. આ સારી વાત નથી.
બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય... હવે માયાભાઈ આહીર બગડ્યા