અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આવેલું પ્રાચિન જગન્નાથ ભગવાનનું મંદિર શહેરની ઓળખ છે. ત્યાં અષાઢી બીજે યોજાતી રથયાત્રા તો વિશ્વભરમાં જાણીતી છે. તો શહેરના લોકો પણ ભગવાન જગન્નાથ પ્રત્યે ખુબ આસ્થા ધરાવે છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ જગન્નાથ મંદિરનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનગર પાલિકા દ્વારા 100 કરોડના ખર્ચે જગન્નાથ મંદિરનો વિકાસ કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જગન્નાથ મંદિરના નવ નિર્માણના કામને મંજૂર કરવામાં આવ્યા છે. આ તમામ કામ ત્રણ ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં મંદિરની સુંદરતા વધારવા પર કામ થશે. તો બીજા ફેઝમાં ટીપી રોડ પાડીને ગાર્ડન બનાવવાનું કામ કરવામાં આવશે. ત્રીજા ફેઝમાં મંદિરથી ભૂરના આરા સુધી આવતા મકાનો દૂર કરાશે. સાથે આસપાસના મંદિરની મિલકતો દૂર કરી મદિરનુ નવ નિર્માણ કરાશે. અમદાવાદ કોર્પોરેશને નક્કી કર્યું છે કે આ તમામ કામ ચાર વર્ષમાં પૂરા કરી દેવામાં આવશે. 


આ સાથે આજે યોજાયેલી કોર્પોરેશનની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે દિવાળી પૂરી થયા બાદ કોર્પોરેશન સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં કચરાનો નિકાલ કરવા માટે ઝડપથી કામ કરશે. આ માટે સફાઈ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે. બીજીતરફ વરસાદને કારણે ધોવાયેલા રોડને દિવાળી પહેલા રિપેર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ જે પણ રોડ બાકી છે તેનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. જે તે વિસ્તારના કોર્પોરેટરોએ જણાવ્યું મુજબ રોડ રીફ્રેશ કરવામાં આવશે. 


જુઓ LIVE TV