હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાતમાં આવનાર તૌકતે વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનો આરોગ્ય વિભાગ સજ્જ છે. રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે‌એ ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં ગુજરાત કોરોના સાથે વાવાઝોડા માટે સજ્જ હોવાનો દાવો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વેક્સીન ઝડપથી આપી શકાય એટલે અઢી કરોડ વેક્સીનના ડોઝના ઓર્ડર આપ્યો છે તે ગુજરાતમાં જલ્દી આવશે. 18 થી 44 વર્ષના યુવાનોને વેક્સીનનો વધુ જથ્થો મળતા સરળતાથી અને ઝડપથી આપવામાં આવશે. મહેસાણામાં મૃત વ્યક્તીને વેક્સીન આપવાની વાત હોય‌ કે સુરતમાં વેક્સીન વગર સર્ટિફિકેટ મળ્યાની ઘટના છુટક છે.


આ પણ વાંચો:- ગુજરાતમાં 2014 થી અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે આ ભયાનક વાવાઝોડા, જાણી લો વિગતો


આમ છતાં આરોગ્ય વિભાગ તકેદારી રાખી રહ્યું છે. ગુજરાતમાં દોઢ કરોડની વસ્તીને વેક્સીન આપવામાં આવી છે તેમાં આવી છુટક ઘટના છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે‌ દ્વારા વેક્સીન લેવા માટે દોડાદોડ ન કરે. ગુજરાતમાં દરેકને વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સંભવિત સાયક્લોનને લઇ NDRF સજજ છે. રાજ્યમા અલગ અલગ જિલ્લાઓમાં 15 ટીમ મોકલાશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લામાં ટીમો મોકલાશે. 10 ટીમ રીઝર્વ સ્ટેંડ બાય રાખવામાં આવશે.


આ પણ વાંચો:- હું દાવા સાથે કહીશ કે ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી દર્દીનું મોત થયું નથી: CM રૂપાણી


ભાવનગરમાં 1, અમરેલીમાં 2, ગીર સોમનાથમા 2, પોરબંદરમાં 2, દ્વારકામાં 2, જામનગરમાં 2, રાજકોટમાં 2 અને કચ્છમાં 2 ટીમ મોકલાશે. તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે 8 ટીમ જ્યારે ગાંધીનગર ખાતે બે ટીમ સ્ટેંડબાય રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube