અમદાવાદ :આજથી જૈનોના મહાપર્વ પર્વાધિરાજ મહા પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આજથી સતત એક સપ્તાહ સુધી દેરાવાસી જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવશે. જૈન સમાજમાં આજથી સતત આઠ દિવસ સુધી તપ ઉપવાસની આરાધનાનો પ્રારંભ થયો છે અને દરરોજ વિવિધ દેરાસરોમાં સવારના સમયે જૈન મુનિઓ દ્વારા વ્યાખ્યાન તેમજ જિન પૂજા અને જિનવાણીના શ્રાવણ તેમજ વ્યાખ્યાન થશે. તથા સાંજે પ્રતિક્રમણ અને ત્યાર બાદ આદેશ્વર દાદા, વાસુપૂજ્ય સ્વામી અને મહાવીર સ્વામીને વિવિધ અને વિશિષ્ટ આંગીઓ કરવામાં આવશે. દેરાસરોમાં સાંજના સમયે ભક્તિ ભાવનાના પણ કાર્યક્રમો યોજવામાં આવશે. આજથી સતત આઠ દિવસ સુધી જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વને લઈને તપ ઉપવાસ અને આરાધનાનો પ્રારંભ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : મટકી ફોડવા ચઢેલો યુવક નીચે પટકાતા બંને હાથમાં ફ્રેક્ચર, આખી ઘટનામાં કેમેરામાં કેદ થઈ


એક તરફ શ્રાવણ મહિનો છે, અને આજે શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર છે, ત્યારે આજથી જ પર્યુસણના મહાપર્વની શરૂઆત થાય છે. જૈન સમાજમાં આ સૌથી મોટું આઠ દિવસનું પર્વ હોય છે. પર્યુસણના પર્વમાં દેરાસર, ઉપાશ્રય તથા સંઘોમાં ભક્તિમય કાર્યક્રમો ઉજવવામાં આવશે. સવારથી લઈને મોડી રાત સુધી દેરાસરોમાં રોનક જોવા મળશે. પર્યુસણના સમયમાં દેરાસરોમાં કરાતી આંગીનું અનેરુ મહત્વ હોય છે. મહાવીર સ્વામીની વિવિધ પ્રકારની આંગી કરવામાં આવે છે, જેના દર્શન કરવા માટે જૈન સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ફૂલ, રૂ, રેશમી દોરા, સોનુ, હીરા-માણેક અને મોતીથી આંગી કરવામાં આવે છે. 


ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર શરૂ, 48 તાલુકામાં વરસાદ ખાબક્યો


જૈનની શ્વેતાંબર શાખાના અનુયાયીઓ આગામી 8 દિવસ સુધી આ પર્વ ઉજવશે, તો દિગંબર સમુદાય 10 દિવસ આ પાવન વ્રતનું પાલન કરશે. પર્યુષણ પર્વને લઈને સોમવારથી પહેલા જ જિનાલયો, મંદિરો અને અન્ય આરાધના સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પર્યુષણને જૈન સમાજમાં સૌથી મોટો પર્વ માનવામાં આવે છે, તેથી જ તેને પર્વાધિરાજ પણ કહેવાય છે. ભાદરવા મહિનામાં ઉજવાતા આવા પર્વ દરમિયાન ધર્માંવલંબી જૈન ધર્મના પાંચ સિદ્ધાંતો - અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ (આવશ્યાથી વધુ ધન જમા ન કરવું) વ્રતોનું પાલન કરવામાં આવે છે.


સુરત : રાત્રે ચોરી કરવા નીકળેલ ચોરને લોકોએ પકડીને ઢોર માર માર્યો


પર્યુષણનો સામાન્ય અર્થ છે મનની સાથે તમામ વિકારોનું શમન કરવું. એટલે કે મનમાં ઉઠનાર તમામ પ્રકારના ખરાબ વિચારોને આ પર્વ દરમિયાન સમાપ્ત કરવાનું વ્રત. જૈનો આ પર્વ દરમિયાન મનના તમામ વિકારો, જેમ કે ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને વૈમનસ્યમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ શોધે છે. સાથે જ આ વિકારો પર વિજય મેળવીને શાંતિ અને પવિત્રતા તરફ ખુદને લઈ જવાનો રસ્તો શોધે છે. આ પર્વને ઉજવનારા અનુયાયી ભગવાન મહાવીરના બતાવેલા 10 નિયમોનું પાલન કરીને પર્યુષણ મનાવે છે. 


પર્યુષણ પર્વને વરસાદના મોસમમાં જ ઉજવવા પાછળ જૈન ધર્મનો વ્યવહારિક વિચાર છતો થાય છે. આ પર્વનું મૂળ આધાર ચાર્તુમાસિક પ્રવાસ છે. ચાર્તુમાસ, એટલે કે વરસાદના મોસમના ચાર મહિના. આ દિવસોમાં ધરતી પર વરસાદને કારણે હરિયાળી વધી જાય છે. જેથી નાના-મોટા પ્રકારના અનેક જંતુઓ પેદા થાય છે. સાથે જ રસ્તા પર કીચડ અને પાણી પણ જમા થાય છે. જેને કારણે ચાલવામાં તકલીફ થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જૈન મુનીઓએ વ્યવસ્થા કરી છે કે, આ મહિનાઓમાં ધર્માવલંબીઓ એક જ સ્થાન પર રોકાઈને ભગવાનની આરાધના કરશે.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :