ભાવનગરઃ છેલ્લા કેટલાક દિવસથી પાલિતાણા ખુબ ચર્ચામાં છે. અહીં શેત્રુંજી પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવના મંદિર બહાર તોડફોડ થયા બાદ વિવાદ વધુ વકર્યો છે. મંદિરની બહાર થયેલી તોડફોડ બાદ જૈન સમાજ રોષે ભરાયો છે. આજે તાલિતાણામાં 10 હજારથી વધુ જૈન સમાજના લોકોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં જૈન સમાજની ધર્મસભા પણ યોજાઈ હતી. ધર્મ સભા બાદ જૈન સમાજ દ્વારા રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જૈન સમાજે તોડફોડ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજારોની સંખ્યામાં લોકો થયા ભેગા
ભાવનગરના સુપ્રસિદ્ધ પાલિતાણામાં ખાતે આવેલ નિલકંઠ મંદિરનો વિવાદ વધુ એક વખત વકર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે મંદિર કેટલાક સમયથી આ મામલે વિવાદ ચાલે છે. શત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરાનો થાંભલો અને પેઢીના બોર્ડની તોડફોડ કરનારા તત્વો સામે કડક પગલા ભરવાની માંગણી સાથે સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપુજક તપાગચ્છ મહાસંઘ અમદાવાદ અને મુંબઇ જૈન સંઘ દ્વારા મૌન વિરોધ રેલી કાઢવામાં આવી હતી. આ મામલે આજે પાલીતાણા તળેટી ખાતે દેશભરના જૈન સમાજના અગ્રણી અને સંસ્થાઓએ વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા તળેટી ખાતે જૈન સમાજની એક મોટી ધર્મ સભા પણ યોજાઇ હતી. નીલકંઠ મંદિરના ચાલતા વિવાદને લઈ એક રેલી કાઢવામાં આવી હતી જેમાં 10,000થી વધુ જૈન સમાજના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા.


આ પણ વાંચોઃ સુરતમાં બેકાબૂ બનેલી બોલેરો પિક-અપ ઢાબામાં ઘૂસી ગઈ, એક યુવકને કચડી નાખ્યો


શું છે વિવાદ
શેત્રુંજી પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર સામે સીસીટીવી લગાવતા પૂજારી અને તેના સાગરીતોએ તોડા પાડ્યા હોવાનો આક્ષેપ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ જૈન સમાજ રોષે ભરાયો છે. આ પહેલા આણંદજી કલ્યાણજી પેઢીએ મંદિરનો કબજો લઈ પોતાના પૂજારી અને ચોકીદાર નક્કી કરતા હિન્દુ સમાજમાં પણ જૈન સમાજ સામે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવાનું જણાવ્યું હતું. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરના આઈજી અને અન્ય અધિકારીઓને તપાસનો આદેશ આપ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube