ઉદય રંજન, અમદાવાદ: ગુજરાત ATSની ટીમને 300 કીલો ડ્રગ્સ મામલે મોટી સફળતા મળી છે. લાંબા સમયથી નાસતો ફરતો આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદનો સાગરીત ઝડપાઈ ગયો છે. ગુજરાત એટીએસની ટીમે કાશ્મીરના પડગામમાંથી તેને ઝડપી પાડ્યો છે. મંજૂર મીર નામના ડ્રગ્સ સપ્લાયરની ગુજરાત એટીએસની ટીમે કાશ્મીરના પડગામથી આરોપીની ધરપકડ કરી લીધી છે. વાત કંઈ એમ છે કે થોડાક મહિના પહેલા એટીએસએ દ્રારકા અને માંડવીમાંથી અજીજ ભગાડ અને રફીક સુમરા નામના બે શખ્સોની ધરપકડ કરી હતી અને અજીજ પાસેથી પાંચ કિલો હેરોઈન પણ મળી આવ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસમાં જાણવા મળ્યું હતું કે અજીજ અને રફીક ભેગા થઈને દરિયા મારફતે 300 કિલો હેરોઈન ગુજરાતમાં લાવ્યા હતા. જેનો મુખ્ય સુત્રધાર મંજૂર અહમદ મિર કેટલાએ સમયથી નાસતો ફરતો હતો. ગુજરાત ATSની ટીમની તપાસમાં ખુલાસો થયો છે કે મંજૂર અહમદ મિર ઊંઝાથી ડ્રગ્સ લઈને પંજાબ પહોંચાડતો હતો. આ મામલો કરોડોના ડ્રગ્સનો છે. 


મીર પર બીજો એ પણ આરોપ છે કે, તે ભારતમાંથી પાકિસ્તાન રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. અને તે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. આ ઉપરાંત મંજૂર મીર પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં રહેતો હતો.


ઘટના કંઈ એવી હતી કે અગાઉ પકડાયેલા રાજુ દુબઈ નામના શખ્સે અજીજને દરિયામાંથી 300 કિલો હેરોઈન લાવવાનુ કામ સોંપ્યુ હતુ અને અજીજે દરિયામાં જઈ હેરોઈન લઈ રાજુ દુબઈના કહેવાથી માંડવી સુધી પહોચાડ્યું હતું. અજીજને સુચના હતી કે આ ડ્રગ રફીક સુમરા લેવા આવશે અને રફીકે તે ડ્રગ કબ્જે કરી પોતાના ગોડાઉનમાં રાખી મુક્યુ હતું. રાજુ દુબઈના કહેવાથી રફીકે આ ડ્રગ ઉંઝા સુધી પહોચાડી ત્યાંથી સિમરનજીતના કહેવાથી આરોપી મંજુર મીર જીરાની આડમાં ઉંઝાથી પંજાબ ડિલિવરી કરી હતી.


આરોપી મંજૂર અહમદ મીર જમ્મુ-કાશ્મીરના પડગામમાં સંતાયો  હતો. ATSની ટીમ ને બાતમી મળતા  જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુકત ઓપરેશનમા તેને પકડવામા મોટી સફળતા મળી હતી. મંજુર આતંકવાદી સંગઠન જૈશે-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હોવાથી તેની પુછરપછમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શકયતા છે.