Jalalpor Gujarat Chutani Result 2022: જલાલપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું મુખ્ય મથક છે. જલાલપોર તાલુકામાં મુખ્યત્વે દરિયાકાંઠાના ગામો આવેલાં છે. આ સાથે જ જલાલપોર ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી 174 નંબરની બેઠક છે. આ બેઠક પર સૌરાષ્ટ્ર પટેલ, કોળી પટેલ, બ્રાહ્મણ અનાવિલ, મરાઠી, માછીમાર, મુસ્લિમ, જૈન, ક્ષત્રિય, આહિર અને અનુસુચિત જનજાતિના મતદારો જોવા મળે છે. આ બેઠકમાં કુલ 215970 મતદારો છે, જેમાં 111227 પુરૂષ, 104735 મહિલા અને 8 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    174 જલાલપોરના ભાજપી ઉમેદવાર આર. સી. પટેલ 68329 મતોથી જીત્યા

  • કોંગ્રેસના રણજીત ઉર્ફે મુન્ના પંચાલની કારમી હાર


નવસારી જિલ્લો


બેઠક : જલાલપોર 
રાઉન્ડ : 19
પક્ષ : ભાજપ આગળ  
મત :  68329 મતથી જીત


2022ની ચૂંટણી
2022માં ચાર ટર્મથી સતત જીતતા આવતા આરસી પટેલને ફરી રિપિટ કર્યા છે.. કોગ્રેસે રણજીત પંચાલને મેદાને ઉતાર્યા છે તો આપ તરફથી પ્રદીપ મિશ્ર્રાને ટિકિટ આપી છે.


2017ની ચૂંટણી
2017માં ભાજપે આરસી પટેલને ટીકિટ આપી  હતી . છેલ્લી ચાર ચૂંટણીમાં અહીંથી માત્ર રમેશભાઈ પટેલ જ ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતતા આવ્યા છે. જ્યારે કોગ્રેસે પરિમલ પટેલને ટિકિટ આપી હતી...


2012ની ચૂંટણી
2012માં ભાજપના આર.સી.પટેલે કોગ્રેસના રણજીતભાઈ પંચાલને હરાવી ને જીત મેળવી હતી... આર.સી.પટેલને 76797 મત મળ્યા હતા..જ્યારે રણજીતભાઈ પંચાલને 58,930 મતો મળ્યા હતા ..