ઝી બ્યુરો/રાજકોટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામબાપાની આગામી શુક્રવાર ના રોજ આવતી 225 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને રંગ બે રંગી લાઈટો થી શણગાવામાં આવ્યું છે,અને બાપાની જન્મ જયંતિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું


"જયા ટુકડો ત્યા હરી ઢુકડો " ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાનું આજે ૨૦૫ વર્ષે પણ અવિરત સદાવ્રત ચાલુ જ છે તેમજ વિશ્વનું એકમાત્ર મંદીર કે જ્યાં છેલ્લા 25 વર્ષથી એક પણ રૂપિયાનું દાન લેવામાં નથી આવતું ત્યારે સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાની આગામી તા.૦૮/૧૧/૨૪ને શુક્રવારે કારતક સુદ સાતમના રોજ આવતી ૨૨૫મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વિરપુરમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી


સાથે જ દિવાળીનો તહેવાર એટલે લોકો માટે રજાઓનો દિવસો અને આ દિવસોનો ફાયદો ઉઠાવવા માટે લોકો પરિવારો સાથે હરવા ફરવાના તેમજ ધાર્મિક તીર્થ સ્થાનોએ ઉપડી જતા હોય જેમાં સૌરષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં દિવાળી નિમિતે યાત્રિકોનો ખુબ મોટો ઘસારો જોવા મળે છે તેમાંય દિવાળી બાદ તરત જ જલારામ જયંતી આવતી હોવાથી ભાવિકોમાં બાપાના દર્શન કરવામાં બમળો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ


વિઓ:- યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવા વીરપુર વેપારીઓ તેમજ અલગ અલગ મિત્ર મંડળો દ્વારા સમગ્ર વીરપુર ગામને રંગ બે રંગજ લાઈટો ઠેરઠેર લગાવી રોશનીથી ઝળહળતું કરી ગોકુળિયું ગામ બનાવવામાં આવ્યું છે,ત્યારે તા.૮ નવેમ્બર શુક્રવાર કારતક સુદ સાતમના દિવસે પુજ્યબાપાની જન્મ જયંતી ઉજવવાની તડામાર તૈયારીઓને અત્યારે સ્વયં સેવકો દ્વારા આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. 


IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે 'લડાઈ', કરોડોની લાગશે બોલી!


બાપાની જન્મજયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે ત્રણસોથી વધુ સ્વયંમ સેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડે પગે રહેશે. અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગ્રામજનો દ્વારા બાપાના જીવન કવચને દર્શાવતી ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ યોજવામાં આવશે, તેમજ આ શોભાયાત્રામાં ભાવિકોને ૨૨૫ કિલો જેટલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવશે, ત્યારે જલારામ જયંતિની યાત્રાધામ વીરપુર માં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.