VADODARA માં તંત્ર રોજે રોજ થાય છે જલીકટ્ટુનું આયોજન, નાગરિકો ઇચ્છે કે ન ઇચ્છે ભાગ લેવો જ પડે છે
શહેરમાં ગાયનો ત્રાસ યથાવત છે ત્યારે રોડ પર રખડતી ગાયે આજે સવારે નવાયાર્ડ વિસ્તારમાં યુવકને અડફેટે લેવાનો વધુ એક બનાવ બન્યો હતો. નવાયાર્ડ વિસ્તારમાં શાકભાજીના ધંધો કરતા યુવકને ગાય અડફેટે લેતા હવામાં ફંગોળ્યા હતો. યુવકને ગાયે ફંગોળતા પગમાં અને હાથમાં ઇજા પહોંચી હતી. જો કે સદનસીબે કોઇ મોટી ઇજા કે જાનહાની ટળી હતી.
વડોદરા : શહેરમાં ગાયનો ત્રાસ યથાવત છે ત્યારે રોડ પર રખડતી ગાયે આજે સવારે નવાયાર્ડ વિસ્તારમાં યુવકને અડફેટે લેવાનો વધુ એક બનાવ બન્યો હતો. નવાયાર્ડ વિસ્તારમાં શાકભાજીના ધંધો કરતા યુવકને ગાય અડફેટે લેતા હવામાં ફંગોળ્યા હતો. યુવકને ગાયે ફંગોળતા પગમાં અને હાથમાં ઇજા પહોંચી હતી. જો કે સદનસીબે કોઇ મોટી ઇજા કે જાનહાની ટળી હતી.
ગુજરાતીઓ લદ્દાખમાં ફરવા જશે તો પણ તેમને પોતિકા પણુ અનુભવાશે, યુનિવર્સિટીએ કરી વ્યવસ્થા
વડોદરા શહેરમા થોડા મહિનાથી જાણે મનુષ્ય અને ગાય વચ્ચે દોડવાની સ્પર્ધા રાખી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડા દિવસ અગાઉ વડોદરા શહેરના એક યુવાને પોતાની આંખ ગુમાવી છે, ત્યારબાદ વધુ 3 બનાવ બન્યા હતા. હવે ગાય કોઈને ભેટી મારે તો તે સામાન્ય વાત થઈ ગઈ હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાક દિવસથી કોઈ ને કોઈ વ્યક્તિ ઢોરનો શિકાર બનતો હોય છે. ત્યારે આજે નવાંયાર્ડ રોશન નગરમાં રહેતા અતાસુલતાન નામના યુવક પોતાની શાકભાજીની લારી લગાવતો હતો તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે ભેટી મારતા યુવક હવામાં 5 ફુટ ઉંચે ઉછડ્યો હતો અને તેને પગમાં અને હાથમાં ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી.
ગુજરાતની આશા વર્કર બહેનો હવે લડી લેવાના મુડમાં, પગાર વધારો નહી તો કામ નહી
મહત્વની વાત એ છે દિવસે દિવસે ઢોરનો શિકાર કોઈને કોઈ વ્યક્તિ બની રહ્યા છે. ત્યારે અતાસુ લતાન અને તેનો પરિવાર કોર્પોરેશન પાસે ગાયોને નવાંયાર્ડ વિસ્તારમાંથી પકડી જવા આગ્રહ કર્યો છે. તેમજ યુવકને ઇજા પહોંચવાથી પોતાના વેપાર ધંધો ઠપ પડી જવા પામ્યો છે. વડોદરા કોર્પોરેશન યુવકને વળતડ આપે તેવી માંગ પરિવાર જન દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ પરિવારે જણાવ્યું કે, મેયર કેયુર રોકડિયા મિટિંગ કરવાનું છોડી નક્કર કાર્યવાહી કરે તેવી માંગ પણ પરિવારજન દ્વારા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube