દેવભૂમિ દ્વારકાઃ khambhaliya Gujarat Chunav Result 2022: ખંભાળિયા બેઠક પર ભાજપના મુળુભાઈ બેરાએ આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા ઈસુદાન ગઢવીને 18745 મતથી હરાવી દીધા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક સમગ્ર રાજ્યમાં ઉત્તેજનાસભર બની રહી છે. ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક પણ છે. અહીં ભાજપ-કોંગ્રેસના સક્ષમ આગેવાનો ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સાથે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાયો. કોંગ્રેસ અને ભાજપના નેતા વિક્રમભાઈ માડમ તથા મુળભાઈ બેરા વચ્ચે વીસ વર્ષ પછી પુનઃ ચૂંટણી જંગ થયો. આપના ગુજરાતના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી હાલ મતગણતરીમાં પાછળ ચાલી રહ્યા હતાં પરંતુ પછી થોડીવાર માટે આગળ થયા હતા. અને છેવટે તેઓ હારી ગયા. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખંભાળિયા વિધાનસભા બેઠકઃ-
ગુજરાત વિધાનસભાની ચાલુ ચુંટણીમાં આ વખતે મહત્વની બાબત એ છે કે આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રી પદનાં ચહેરા એવા સક્ષમ ઉમેદવાર ઈશુદાન ગઢવી દ્વારા પણ અહીં ફોર્મ ભરવામાં આવતા ખંભાળિયા બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે. ખંભાળિયા બેઠક માટેની ચૂંટણી સમગ્ર રાજ્યમાં ચર્ચા સાથે ઉત્તેજનાસભર બની રહી છે. આ બેઠક પરના મતવિસ્તારમાં કુલ 264459 મતદારો છે, જેમાંથી 137179 પુરૂષ, 127275 મહિલા અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા મતવિસ્તારમાં 59.89% મતદાન નોંધાયું હતું. ખંભાળિયા બેઠક પર લગભગ 7 ટકા વસ્તી SC અને ST સમુદાયની છે. ખંભાળિયામાં જાતિ અને ધર્મના આધારે મુખ્ય સમુદાયો આહીર, જાડેજા, મુસ્લિમ, ચારણ, રબારી, ભરવાડ અને મહેર છે. આ જાતિના મતદારોનો પ્રભાવ અહીં વધુ જોવા મળે છે.


2022ની ચૂંટણીઃ
પક્ષ    ઉમેદવાર     
ભાજપ    મુળુભાઈ બેરા
કોંગ્રેસ     વિક્રમ માડમ
આપ    ઈસુદાન ગઢવી


2017ની ચૂંટણીઃ
2017ની વિધાનસભા ચૂંટણીમાં બે વખત જામનગરના સાંસદ રહી ચૂકેલા વિક્રમ માડમે મેદાન માર્યું હતું. વિક્રમ માડમે 79,172 મત મેળવી કાળુભાઈ નારણભાઈ ચાવડાને હરાવ્યા હતા.


2012ની ચૂંટણી:
હાલ આ બેઠક કોંગ્રેસનો કબજો છે. 2014ની વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના આહિર મેરામણ આ બેઠક પરથી જીત્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી જીતેલા ભાજપના પૂનમ માડમ લોકસભામાં ગયા બાદ અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જણાવી દઈએ કે પૂનમબેન ખંભાળિયા પ્રદેશમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમને 79,087 મત મળ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube