Jamalpur Khadiya Gujarat Chutani Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન....જમાલપુર-ખાડિયા બેઠક પર ફરી એકવાર જનતાએ પુનરાવર્તન કર્યું છે. ફરી એકવાર પંજા પર એટલેકે, કોંગ્રેસ પર પસંદગી ઉતારી છે. આ બેઠક પર મતદારોએ ફરી એકવાર ગત ટર્મના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને જનમત આપીને જીતાડ્યાં છે. એમાં તેમણે કોરોના સમયે કરેલું કામ ઉડીને આંખે વળગ્યું છે. લોકોએ તેમને ખોબલે ખોબલા મત આપીને જીતાડ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક-
અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠકનો ઇતિહાસ રોચક છે. વર્ષ 2010 માં થયેલા નવા સીમાંકનમાં બે બેઠક ખાડીયા અને જમાલપુર મળી જમાલપુર ખાડિયા બેઠક બની. જમાલપુર એટલે કોંગ્રેસનો ગઢ અને ખાડિયા એટલે ભાજપનો ગઢ. જેના કારણે આ બેઠક પર હંમેશા ખરાખરીનો જંગ રહે છે.


2022ની ચૂંટણી-
વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 2012ના વિજેતા ભૂષણ ભટ્ટને મોકો આપ્યો છે. જ્યારે કોંગ્રેસે 2017ના વિજેતા ઈમરાન ખેડાવાલાને રીપિટ કર્યા છે. અહી ભાજપ કોંગ્રેસની હાર તે જીતની ચર્ચા નહિ, પણ સાબીર કાબલીવાળાની અપક્ષ ઉમેદવારીની ચર્ચા હતી. 2022 ની ચૂંટણીમાં તેઓ એઆઇએમઆઇએમના ઉમેદવાર તરીકે છે. જેથી ચૂંટણીનો જંગ વધુ રોમાંચક બન્યો છે


2017ની ચૂંટણી-
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના મોટો ઝટકો લાગ્યો હતો અને ભૂષણ ભટ્ટ હારી ગયા હતા. જ્યારે કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા 29 હજાર 339 મતોની લીડથી જીતી ગયા હતા.


2012ની ચૂંટણી-
વાત જો 2012ની ચૂંટણીની કરીએ તો તેમાં ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે કોંગ્રેસના સમિરખાન પઠાણ અને અપક્ષ લડી રહેલા સાબીર કાબલીવાલાને હરાવ્યા હતા. સાબીર કાબલીવાલા આ વખતે AIMIMની ટિકિટ પરથી લડી રહ્યા છે.