Jambusar Vidhan Sabha Election Result 2022: રાજ્યની સ્થાપના બાદથી યોજાતી રહેલી ચૂંટણીમાં જંબુસર બેઠકના મતદારોએ મતદાન પ્રત્યે ભારે સજાગતા બતાવી હતી. જેથી અત્યાર સુધીની એકપણ ચૂંટણીમાં જંબુસર બેઠક પર 50 ટકાથી ઓછું મતદાન થયું નથી. તેથી અહીં રાજકીય પક્ષોએ ભારે સક્રિયતા સાથે ચૂંટણી કાર્યક્રમો યોજવાની ફરજ પડે છે. જંબુસર બેઠકમાં મુસ્લિમ મતો અને કોળી પટેલ સમાજના મત નિર્ણાયક હોય છે એની કોળી સમાજ માત્ર 16% હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ કોળી ઉમેદવાર ને પ્રાધાન્ય આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંબુસર બેઠક ભાજપના ઉમેદવાર  ડીકે સ્વામીનું  26000 મતોથી વિજય


ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનું પરિણામ...


🔸150 જંબુસર વિધાનસભા


ડી કે સ્વામી - ભાજપ - 26000 થી જીત મેળવી


🔸151 વાગરા વિધાનસભા


અરૂણસિંહ રણા - ભાજપ - 13453 થી જીત મેળવી


🔸152 ઝઘડિયા વિધાનસભા


રિતેશ વસાવા - ભાજપ - 21000 + થી જીત મેળવી

🔸153 ભરૂચ વિધાનસભા


રમેશ મિસ્ત્રી - ભાજપ - 64243 થી જીત મેળવી


🔸154 અંક્લેશ્વર વિધાનસભા


ઈશ્વરસિંહ પટેલ - ભાજપ - 40600 થી જીત મેળવી


ભરૂચ જિલ્લો


બેઠક : જંબુસર
રાઉન્ડ : 13
પક્ષ : ભાજપા
મત : 18135 મતથી આગળ


ભાજપા 59675
કોંગ્રેસ 41540
બસપ 622
બીટીપી 235
આપ 1780


2022ની ચૂંટણી
2007 અને 2017 માં કોંગ્રેસ ના ઉમેદવાર તેમને જ હરાવીને વિજેતા બન્યા છે એટલે કે ભાજપે છેલ્લી 7 ચૂંટણીથી પોતાનો ઉમેદવાર બદલ્યો નથી. જોકે, આખરી ચૂંટણીમાં મળેલી હાર તેમજ યુવા ચહેરાઓને ચૂંટણીમાં ઉતારવાની ભાજપની રણનીતિ મુજબ આ વખતે નવા ચહેરાને મોકો આપવામાં આવયો છે. ભાજપે જંબુસર પરથી ડી.કે.સ્વામીને ટિકિટ આપી છે. જ્યારે, કોંગ્રેસ સંજય સોલંકીને રિપીટ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ સાજીદ રેહાનની ટિકિટ ફાળવી છે.


2017ની ચૂંટણી
2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર સંજય સોલંકીની 6,412 મતોની સરસાઈથી જીત થઈ હતી. જેમાં, સંજય સોલંકીને 73,216 મત મળ્યા હતા. જ્યારે, છત્રસિંહ સોલંકીને 66,804 મત મળ્યા હતા.


2012ની ચૂંટણી
2012માં ભાજપના ઉમેદવાર છત્રસિંહ મોરીની 18,730 મતોથી જીત થઈ હતી. છત્રસિંહ મોરીને 74,864 મતો મળ્યા હતા. જ્યારે, કોંગ્રેસના કિરણ મકવાણાને 56,134 મત મળ્યા હતા.