અજીબોગરીબ કિસ્સો! આંગડિયા લૂંટ કરી લૂંટારુઓએ પોલીસ પર હુમલો કર્યો, 11.25 લાખની દિલધડક લૂંટ
જંબુસરની આંગડિયા પેઢીના કર્મચારીને છરો બતાવી સવા અગિયાર લાખની લૂંટ ચલાવી, પોલીસ આરોપી સુધી પહોંચી તો પોલીસ પર પમ હુમલો કરાયો.
ભરત ચુડાસમા/ભરૂચ: જંબુસરના એચ. આંગડિયા પેઢીના કર્મચારીને છરો બતાવી ₹11.25 લાખની ચલાવેલી લૂંટમાં ભરૂચ LCBની ટીમે જીવના જોખમે ત્રણેય લૂંટારુને તમામ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકમાં જ હિરાસતમાં લઈ લીધા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોંફરન્સ યોજી ક્રાઈમ પેટ્રોલ જેવી લૂંટની ઘટનાની તમામ વિગતો આપી હતી. ભરૂચના સરનાર ગામના સાહિલ જોસેફ ઉર્ફે યુસુફ ઇસ્માઇલ પટેલને લાખોનું દેવું થઈ જતા તેમાંથી બહાર નીકળવા ગામમાં જ રહેતા મિત્ર યામીન અલ્તાફ ગુલામ પટેલને વાત કરી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં! ગણેશ મહોત્સવનુ સ્ટેજ તોડી પાડ્યું, ઉત્સવ ન યોજવા
યામીને વડોદરાથી આંગડિયા પેઢીનો કર્મચારી બસમાં જંબુસર આવતો હોવાની માહિતી આપી હતી. બંને મિત્રોએ મળી આંગડિયા કર્મીની ત્રણ વખત રેકી કરી હતી. એક સપ્તાહ પેહલા જ જંબુસરથી વડોદરા કીર્તિ સ્તમ્ભ સુધી બંનેએ આંગડિયા કર્મીનો પીછો કર્યો હતો. પણ વધુ ભીડ ભાડ હોવાથી લૂંટને અંજામ આપી શકાયો ન હતો. જે બાદ સુરતના અમરેલીથી યામીને પોતાના હિસ્ટ્રીશીટર સાળો મુસ્તુફા ઉફે હજામ ઉર્ફે મસ્તાક સલીમ શેખને બોલાવ્યો હતો.
ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેશે! બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ આ વિસ્તારોને તરબોળ કરશે
બનેવી યામીન પર મોબાઈલ ચોરીના 3 ગુના અને સાળા મુસ્તુફા પર ચેઇન સ્નેચિંગ તેમજ મોબાઈલ ચોરીના 25 ગુના નોંધાયેલા હતા. પ્લાન મુજબ ગુરુવારે ત્રણેય લૂંટને અંજામ આપવા પલ્સર પર જબુસર પોહચ્યા હતા. આંગડિયા કર્મી મેઇન બજારની ગલીમાં જતા જ બે લૂંટારું છરા સાથે પાછળ જઈ બેગ આપી દે નહિ તો તને પતાવી દઈશું કહી, હુમલો કરી ₹11.25 લાખની મત્તા ભરેલી બેગ લૂંટી ફરાર થઇ ગયા હતા.
Birth Certificate: બર્થ સર્ટિફિકેટથી થઇ જશે બધા કામ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ
લૂંટની ઘટનાના મેસેજ મળતા જ ભરૂચ જિલ્લા પોલીસ એલર્ટ થઈ SP મયુર ચાવડાએ LCB, SOG, બી. સી ડિવિઝન, તાલુકા, દહેજ, આમોદ અને જંબુસર પોલીસની ટીમો બનાવી નાકાબંધી, પેટ્રોલિંગ શરૂ કરવી દીધું હતું. LCB PSI પી.એમ.વાળા અને આર.કે. ટોરાણીની ટીમો સર્ચમાં હતી ત્યારે લૂંટારું ભરૂચ તાલુકાના કાસદ - થામ નહેર રોડ પર હોવાની બાતમી મળતા ટીમો ત્યાં પહોંચી હતી.
કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન?ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો,સ્થિતિ તંગ
પોલીસને જોઈ આરોપીઓ બાઇક છોડી ખેતરોમાં સંતાઈ ગયા હતા. દરમિયાન પી.એસ.આઈ. અને પોલીસ જવાનો પર લૂંટારુઓએ પથ્થરમારો અને છરા વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્રણેયને એલ.સી. બી. એ પકડી પાડી તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો. જબૂર4 પોલીસ મથકે લૂંટનો ગુનો જ્યારે ભરૂચ તાલુકા પોલીસ મથકે પોલીસ પર હુમલાનો ગુનો અલગથી દાખલ કરાયો છે.
ગુજરાતમા વધુ એક અનુસૂચિત સમાજના યુવા આગેવાનની હત્યા;4 વર્ષ પહેલાના કેસમાં સાક્ષી હતા