શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સેનાએ ફરી એકવાર આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે... કુલગામમાં શનિવારથી ચાલી રહેલાં એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓને યમલોક પહોંચાડી દીધા છે... તો હજુ પણ અનેક વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે... .જોકે જવાબી કાર્યવાહીમાં ભારતના 2 જવાન શહીદ થયા છે... ત્યારે આતંકીઓ શું કાશ્મીરમાં હિંસા ફેલાવવા માગે છે?... શું પાકિસ્તાન કાશ્મીરમાં ચૂંટણી થવા દેવા માગતું નથી?... જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ સેનાની ચોકી પર હુમલો કર્યો... જેના પછી ભારતના જવાનોએ જવાબી કાર્યવાહી શરૂ કરી.. જેના કારણે કુલગામનો વિસ્તાર ગોળીઓથી ધ્રૂજી ઉઠ્યો... જવાનોએ આખા વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે... 


સેનાના જવાનોએ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા આવેલા આતંકીઓનો સફાયો કરી નાંખ્યો.... તેની વચ્ચે જમ્મુ કાશ્મીરના ડીજીપીએ હુંકાર કર્યો કે વિસ્તારમાં શાંતિને હણનારા તમામ તત્વોને પાઠ ભણાવવામાં આવશે.


આ પણ વાંચોઃ PHOTOS: આ છે ભારતનું સૌથી ઊંચું રેલ્વે સ્ટેશન! જ્યાં માથા પર ફરે છે વાદળો


આ બંને એન્કાઉન્ટર શનિવારે શરૂ થયા હતા... બપોરે સેનાએ આતંકવાદીઓને ઘેર્યા અને રાત્રે ઓપરેશન અટકાવી દેવું પડ્યું... જોકે સૂર્યના પહેલાં કિરણની સાથે સેનાએ ઓપરેશન શરૂ કર્યુ અને ટૂંક સમયમાં આતંકવાદીઓનું ઢીમ ઢાળી દીધાના સમાચાર સામે આવ્યા... ડ્રોન તસવીરમાં આતંકવાદીઓના મૃતદેહ જોઈ શકાય છે..


આતંકવાદીઓ સામે એન્કાઉન્ટરમાં સેનાના બે જાંબાઝ જવાનો શહીદ થયા... જેના કારણે દેશના લોકોમાં ગમનો માહોલ છે.... સેનાના અધિકારીઓએ બંને શહીદ જવાનોને સલામી આપીને તેમના પાર્થિવ દેહને વતન મોકલવાની વ્યવસ્થા કરી.


જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની તૈયારી ચાલી રહી છે... તેની વચ્ચે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ કાશ્મીરને ફરી રક્તરંજિત કરવા માગે છે... જોકે સેનાના જવાનો પણ ચોવીસ કલાક ખડેપગે છે... અને પાકિસ્તાન કોઈપણ નાપાક હરકત કરશે તો તેનો જવાબ તે જ અંદાજમાં મળશે.