તેજશ મોદી/સુરત :ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલ (All India Mayors Council) ના સભ્યોની એક બેઠકનું આયોજન સુરત (Surat)માં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાસ જમ્મુ-કાશ્મીરથી આવેલા જમ્મુના મેયર ચંદ્રમોહન ગુપ્તા (ChandraMohan Gupta)એ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. ચંદ્રમોહન ગુજરાત અને સુરતના વિકાસથી અભિભૂત થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, સરકારે 370 ની (Article 370) કલમ હટાવીને ખૂબ મહત્વનું પગલું ભર્યું છે. જમ્મુ કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે, ત્યારે જમ્મુનો વિકાસ કરવો એ અમારા માટે મહત્વનું છે. ગુજરાતીઓ સૌથી વધુ જમ્મુ-કાશ્મીર (jammu Kashmir) ની મુલાકાત લે છે. ત્યારે અમારી ઇચ્છા છે કે અમારે જમ્મુમાં મિની ગુજરાત બનાવવું છે. ગુજરાતના લોકોના ઘર જમ્મુમાં હોય અને બિઝનેસ માટેની ઓફિસો પણ ત્યાં હોય તેવું અમે ઈચ્છીએ છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊંધા પગે બરાડા પાડીને જતી મહિલાને જોઈને લોકો ડરીને ભાગ્યા, ભૂતપ્રેતનો અનુભવ કરાવતો સુરતનો Video 


સુરતમાં બે દિવસીય ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બીજા દિવસે મેયર કાઉન્સિલના સભ્યોએ સુરત શહેરની મુલાકાત લીધી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કાઉન્સિલના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. 


પ્રેસિડન્ટ કોવિંદે હીરા બાના આર્શીવાદ લીધા, તો બાએ તેમને આપી ‘ખાસ’ ભેટ


સુરતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે આવેલા કાઉન્સિલના સભ્યો સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી. જેમાં તમામ સભ્યોનું કહેવું હતું કે, મેયરને આપવામાં આવેલી સત્તામાં ખૂબ મતભેદ છે. અલગ અલગ રાજ્યોમાં અથવા તો શહેરમાં મેયરની આપેલી સત્તાઓમાં ભેદભાવ છે. ક્યાંક પાંચ વર્ષ મેયરની સત્તા છે, તો ક્યાંક અઢી વર્ષ અથવા તો એક વર્ષ માટે જ સત્તા આપવામાં આવી છે. આ તમામ જગ્યા ઉપર એક સરખી રીતે સત્તા મળે તે માટે સરકારને રજૂઆત કરવામાં આવશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :