Jamnagar News મુસ્તાક દલ/જામનગર : હાર્ટએટેક એટલે સીધું મોત.. લોકોને બચવા અને બચાવવાનો પણ સમય નથી મળી રહ્યો. ગુજરાતમાં હાર્ટએટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હાર્ટએટેકથી મોતના કિસ્સામાં એકાએક ઉછાળો આવ્યો છે. હજી થોડા દિવસ પહેલા જ એક યુવકને નવરાત્રિના ગરબાની પ્રેક્ટિસ કરતા હાર્ટએટેક આવ્યો હતો. ત્યારે હવે બીજો કિસ્સો બન્યો છે. ગુજરાતમાં ગરબા સમયે હાર્ટએટેકથી બીજું મોત થયુ છે. જામનગરમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ દરમિયાન હાર્ટએટેક આવતા મોત નિપજ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિમાં ગરબા રસિકો માટે સતર્કતાથી સાવધાની રાખવાનો કિસ્સો સામે આવ્યો છે. 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા હૃદય હુમલાથી મોત નિપજ્યું છે. 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવકનું હૃદય હુમલાથી મોત નિપજ્યું છે. યુવા દીકરાના નિધનથી કુંવરિયા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 


નવલી નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગત મોડી રાત્રે જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ "સ્ટેપ એન્ડ સ્ટાઈલ ગરબા ક્લાસ" માં ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ કરતા 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવકનું હૃદય હુમલાથી મોત નીપજ્યું હતું. યુવાન વિનીતના મૃતદેહને પીએમ અર્થે સરકારી જી.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ તકે સંચાલક તથા ગરબા રસિકો સહિત મૃતકના પરિવારજનો મોટી સંખ્યા માં ટોળા જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.


ગુજરાતી વિદ્યાર્થી કેનેડા જવાનું બંધ કરી દે તો ફાંફાં પડી જશે, નવા રિપોર્ટમાં ખુલાસો


જુનાગઢમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો
પાંચ દિવસ પહેલા જૂનાગઢમાં દાંડીયારાસ રમતા 24 વર્ષીય યુવાનનું કરૂણ મોત થયું હતું. નવરાત્રિની પ્રેક્ટિસ દરમ્યાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. ચિરાગ પરમાર નામના 24 વર્ષીય યુવાનનું ગરબા રમતા મૃત્યુ થયું હતું. જમીન પર ઢળી પડતાં યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.


હાર્ટ એટેકની Warning Sign
જો તમને તમારા શરીરમાં નીચે લખેલી કોઈપણ સમસ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂરી ટેસ્ટ કરાવો, કારણ કે તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.


એકદમ જ નથી આવતો Heart Attack, દેખાવા લાગે છે આ લક્ષણો
હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.


હવામાન વિભાગની મોટી જાહેરાત - ગુજરાતમાં વિદાય તરફ છે ચોમાસું, તે પહેલા ચાર દિવસ ભારે


હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ આ પહેલા આપણું હૃદય ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, જ્યારે સમસ્યા હાથમાંથી નીકળી જાય છે ત્યારે તે એક મોટો આંચકો મળે છે. હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને ઈગ્નોર ન કરવુ જોઈએ. હાલમાં જ મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે મુજબ આપણું શરીર હાર્ટ એટેકના 4 અઠવાડિયા પહેલા ખતરાના સંકેતો આપે છે.