ઝી મીડિયા બ્યૂરો: જામનગર પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન સિટી-બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ દ્વારા હાજરી ન આપવા અને તેમની જગ્યાએ અન્ય કર્મચારીઓએ ફાયરિંગ કરતા પોલીસબેડામાં ખડભળાટ મચી ગયો છે. જેને લઇને પોલીસના રિપોર્ટ આધારે જિલ્લા પોલીસવડા દ્વારા તાક્તાલિક ધોરણે તમામની બદલી કરી નાખવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર પોલીસ દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. જેમાં શહેરના તમામ પોલીસકર્મચારીઓએ આ પ્રેક્ટિસમાં ભાગ લેવાનો હોય છે અને આ પ્રેક્ટિસ દરમિયાન પોલીસકર્મીઓ દ્વારા ફાયરિંગની પ્રેક્ટિસ કરવાની હોય છે. જો કે, સિટી-બી ડિવિઝનના ચાર પોલીસ કર્મચારીઓ પ્રેક્ટિસ દરમિયાન ઘરે સૂતા રહ્યા હતા અને તેમની જગ્યાએ અન્ય ચાર કર્મીચારીઓએ ફાયરિંગ પ્રેક્ટિસમાં ભાગ લઈ પ્રેક્સિટ દરમિયન ફાયરિંગ કર્યું હતું. 


આ અંગે જાણ થતા ઉચ્ચ અધિકારીને તેના રિપોર્ટ મંગાવ્યા હતા. જે બાદ રિપોર્ટના આધારે પોલીસ અધિકારીએ તાત્કાલિક ધોરણે સિટી-બી ડિવિઝનમાં ફરજ બજાવતા ચાર પોલિસ કર્મચારી જેઓ ઘરે સૂતા રહ્યા હતા અને અન્ય ચાર પોલિસ કર્મચારીઓ જેમણે તેમની મદદ કરી હતી. આ તમામ આઠ અધિકારીઓની તાત્કાલીક ધોરણે બદલી કરવામાં આવી છે. ઘરે જે લોકો સૂતા હતા અને તેમના ફાયરિંગ થઈ ગયા તેમજ તેમને મદદ કરનાર કર્મચારીઓ પર તવાઈ ઉતરતા જામનગર પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.


પોલીસવડા દ્વારા તાત્કાલિક સિટી-બીમાં ફરજ બજાવતા શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજાને કાલાવડ ગ્રામ્ય, રવિન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજાને ધ્રોલ, ફૈઝલ મામદભાઈ ચાવડાને કાલાવડ ગ્રામ્ય, ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાને ધ્રોલ, દેવસુર મીરાભાઈ સાગઠિયાને ધ્રોલ, વિરેન્દ્રસિંહ સુરૂભા ઝાલાને કાલાવડ ગ્રામ્ય, અર્જુનસિંગ રામદેવસિંગ જાડેજાને ધ્રોલ તેમજ ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને તાકીદે અસરથી બદલી કરી નાખવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube