મુસ્તાક દલ/જામનગર: બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ ગઈ છે અને ખૂબ જલ્દી બંને લગ્ન બંધનમાં બંધાશે. ત્યારે સગાઈના બંધનમાં બંધાયા પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જામનગર પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યાં જામનગર એરપોર્ટ ખાતે બંનેનું ભવ્ય સ્વાગત કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર એરપોર્ટ પર મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાની સાથે બોલીવુડ સ્ટાર જાનવી કપૂર અને બોની કપૂર પણ ઉપસ્થિત રહ્યા છે. સગાઈ થયા બાદ નવી જોડી પ્રથમ વખત રિલાયન્સ ટાઉનશીપ પહોંચી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આગમનને લઈને રિલાયન્સ ટાઉનશિપને દુલ્હનની જેમ શણગારાયું છે. હવે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ ખાતે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરાશે.  



આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે



મહત્વનું છે કે, અંબાણી પરિવારમાં હાલ ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે ભારત આવી છે અને અંબાણી પરિવારે ઈશા અને તેના બાળકોના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી હતી. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ ગઈ છે અને ખૂબ જલ્દી બંને લગ્ન બંધનમાં બાંધવવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે તેમની સગાઈ વિધિ શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.



જો કે અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને રાધિકા અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળતી હતી. હવે બહુ જલ્દી તે અંબાણી પરિવારની નાની વહુ બનશે.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!



કોણ છે રાધિકા મર્ચન્ટ?
તમને જણાવી દઈએ કે રાધિકા વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ એક હેલ્થકેર ફર્મના CEO છે અને રાધિકાએ પોલિટીક્સઅને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે જ 2017 માં તે  ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો. રાધિકા અને અનંત એકબીજાને બાળપણથી ઓળખે છે અને વર્ષ 2018માં બંને એક સાથે ફોટો પણ વાયરલ થયો હતો.