અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જિલ્લાના જામજોધપુર લાલપુર કાલાવડ તેમજ જામનગર શહેરમાં મોડી સાંજથી એકાએક વરસાદ ધોધમાર ખાબકી પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટનાઓ સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર શહેરની કુવા તાજા રાખતો રાજાશાહી સમયના રણમલ તળાવ પણ ભરાઈ જવા પામ્યું છે. જેના કારણે તળાવના દરવાજાઓ ખોલવાની તંત્રને ફરજ પડી છે સાથોસાથ જિલ્લાના ઊંડે એક,આજી 3 તેમજ સસોઈ ડેમ અને રણજીતસાગર ડેમમાં વરસાદના નવા નીરની આવક જોવા મળી રહી છે.


સુરત: 11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે સાળા-બનેવીની અટકાયત


જામનગરમાં ભારે વરસાદે વધુ એક વ્યક્તિનો લીધો ભોગ લીધો છે. જામનગરનાં દોઢિયા ગામે વિજળી પડતા મહિલાનું થયું મોત થયુ છે.  વાડી વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાનું વિજળી પડવાથી મોત થતા વિસ્તારમાં ચકચાર મચી છે. મહત્વનું છે, કે ચાલુ સીઝનમાં વીજળી પડવાથી કુલ ચાર વ્યક્તિના મોત થયા છે. 


ખેડા: કપડવંજની સંગમ નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા પાંચ ડૂબ્યા, 4ના મોત


દ્વારકામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
જામનગર સહિત દ્વારકામાં પણ ગત ત્રમ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કરાણે ભાણવડ તથા આસપાસ ગામોમાં બે કલાક માં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જિલ્લાના વેરાડ નાકા વિસ્તારમાંની ફલકુ નદીમાં પુર જેવી સ્થિતી જોવા મળી હતી. જ્યારે ભાણવડમાં આવેલી નકટી નદી બે કાંઠે જોવા મળી હતી. ભાણવડ શનિવારે દિવસ ગદરમિયાનસાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. 


ક્યાં પડ્યો કેટલો વરસાદ


  • ખંભાળીયા- 4 ઇંચ 

  • ભાણવડ- 5 ઇંચ 

  • કલ્યાણપુર- 3 ઇંચ 

  • દ્વારકા- 2 ઇંચ

  • પોરબંદર -3 ઇંચ 

  • રાણાવાવ -2 ઇંચ 

  • કુતિયાણા -1 ઇંચ

    જુઓ LIVE TV :