મુસ્તાક દલ/ગૌરવ પટેલ/ગુજરાત : હાલ ગુજરાતમાં ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોએ આજે પોતાનો આક્રોશ સરકાર સામે વ્યક્ત કર્યો હતો. પાણી જેવી ગંભીર સમસ્યાને પગલે જામનગર અને સાણંદમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યું છે. એક તરફ સાણંદમાં 1000થી વધુ ખેડૂતો ઉમટ્યા હતા. તો બીજી તરફ, જામનગરમા ખેડૂતોએ ડેમમાં ઉતરીને વિરોધ દર્શાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં ખેડૂતોનું હલ્લાબોલ
પિયત અને પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઇને જામનગરના ખેડૂતોએ આજે સરકારનો વિરોધ કર્યો હતો. એક તરફ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ખેડૂતોએ આજે પોતાની માંગ અને આક્રોશ વ્યક્ત કર્યા હતા. જામનગર ગ્રામ્ય પંથકના ખેડૂતો પાણીના પ્રશ્નને લઈને ઊંડ-1 ડેમમાં ઉતર્યા હતા. ખેડૂતોએ ખાલી ડેમમાં ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બીજી તરફ, ખેડૂતોએ તળિયાઝાટક ડેમમાં ક્રિકેટ અને ફૂટલોબ રમીને પાણીની સ્થિતિથી સરકારને અવગત કર્યા હતા. આ વિરોધમાં 40 જેટલા ગામના ખેડૂતો જોડાયા હતા. 


સાણંદમાં 1000 ખેડૂતો એકઠા થયા
અમદાવાદના ખેડૂતો સરકાર સામે લડતના મૂડમાં આવી ગયા છે. સાણંદ તાલુકાના માણકોલ ચોકડી પાસે આજે ખેડૂતોની જંગી સભા યોજાઈ હતી. સિંચાઈ સુવિધાની મુખ્ય માંગ સાથે યોજાયેલી આ સભામાં જિલ્લાભરના 1000થી વધુ ખેડૂતો જોડાયા હતા. એકઠા થયેલા ખેડૂતો મુખ્ય ઉદ્દેશ ફતેવાડી સિંચાઈ યોજનાને નર્મદામાં સમાવેશ કરવાની માંગ છે. ફતેવાડી કેનાલ પાણી ન મળતાં 50000 એકર જમીનને અસર થઈ છે. ખેડૂત સમેલનમા થકી સરકાર યોગ્ય નિર્ણય નહિ લે તો આગમી રણનીતિ અપનાવી ખેડૂતો લડવાના મૂડમાં આક્રમક છે. ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોની જંગી સભા યોજાઈ છે.


સંમેલનની શરૂઆતમાં પુલવામ થયેલા શહીદ જવાનોની યાદમાં ખેડૂતોએ મૌન પાળ્યું હતું. તો જય જવાનનાં નારા પણ લગાવ્યા હતા.