જામનગર: સિંધી માર્કેટમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે માથકૂટ, થયો લાઠીચાર્જ
શહેરના બર્ધન ચોક પાસે આવેલા સિંધી માર્કેટ વિસ્તારમાં પાર્કિગમાં વાહન રાખવા બાબતે વેપારી અને પોલીસ વચ્ચે બબાલ થતા પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. માત્ર પાર્કિંગ જેવી નજીવી બાબતે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ અને મામલો ગરમાયો હતો.
મુસ્તાક દલ/જામનગર: શહેરના બર્ધન ચોક પાસે આવેલા સિંધી માર્કેટ વિસ્તારમાં પાર્કિગમાં વાહન રાખવા બાબતે વેપારી અને પોલીસ વચ્ચે બબાલ થતા પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. માત્ર પાર્કિંગ જેવી નજીવી બાબતે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ અને મામલો ગરમાયો હતો.
વેપારીઓને પોલીસ દ્વારા માર મારતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે રોષે ભરાયેલા વેપારીઓ સીટી એ ડીવિઝન પોલીસ મથકે પોલીસ વિરૂદ્ધ જ ફરિયાદ નોધાવા માટે પહોચ્યા હતા. વેપારીઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
રાજકોટ: માધાપર ચોકડી નજીક પરથી યુવકની લાશ મળી, મિત્રો પર જ શંકા
પોલીસ દ્વારા દમન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે વેપારીઓના મહામંડળના પ્રમુખ પણ ઘટના સ્થળ પહોંચ્યા હતા. ત્યારે વેપારીઓ દ્વારા પોલીસ ચોકીને ઘેરાવો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. વેપારીઓ અને જિલ્લા પોલીસ વડા વચ્ચે સમાધાન બાબતે બેઠક પણ શરૂ થઇ હતી. અને વેપારીઓ દ્વારા માગ કરવામાં આવી રહી છે, કે જે પોલીસ અધિકારીઓએ લાઠીચાર્જ કર્યો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.